Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

જસદણ કારોબારી ચેરમેને ખુદ રજુઆત કરતા ચકચાર

જસદણ તા.૨૬: જસદણ ભાજપ શાસિત નગરપાલિકામાં ખુદ કારોબારી ચેરમેને રોડ બનાવતા કોન્ટ્રાકટોના બિલો ન ચુકવાય અને કામમાં લોટ પાણી લાકડા કરતી એજન્સીઓને બ્લેકલીસ્ટમાં મુકવા લેખિત રાવ કરતાં આ અંગે સ્થાનિક રાજકીય વર્તુળો અને સરકારી બાબુઓમાં ચર્ચા જાગી છે.

ચેરમેન બિજલ ભેંસજાળીયાએ ચીફ ઓફિસરથી માંડી કલેકટર સુધીના અધિકારીઓને જાણ કરી છેકે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ રસ્તા બની રહયા છે પણ એજન્સીના કોન્ટ્રાકટરો દ્વારા ગુણવત્તા વગરનું તકલાદી કામ થઇ રહયું છે. આ અગાઉ પણ રજુઆત કરી છે પણ ફરીયાદ ધ્યાને લેવાઇ નથી ત્યારે એજન્સીઓને પેમેન્ટ અટકાવવું તથા બ્લેક લીસ્ટમાં મુકવી જોઇએ તેવી રજુઆત કરી છે.

(11:45 am IST)