Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ભાયાવદર ગામે ખેડૂતના ગોડાઉનમાં ૯૧ મણ તલની ચોરીઃ પોલીસ ફરિયાદ

ઉપલેટા, તા.૨૬: ભાયાવદર ગામે રહેતા પટેલ દિનેશભાઇ સવજીભાઇ માણસોરીયાના ખેતરના ગોડાઉનમાં દરવાજો તોડી પ્રવેશ કરીને તલ મણ ૯૧  કિંમત રૂ.૯૧ હજારના ચોરી થયાની ફરીયાદ થતા ભાયાવદરના પી.એસ.આઇ.એચ. એલ ધાંધલ એ તપાસ હાથ ધરેલ છે.

ઉપલેટામાં મગજ અસ્થિર મહિલા બાળકો ઉઠાવતી હોવાનો વિડીયો જાહેર

અહિંયા થોડા દિવસોથી શહેરમાંથી બાળકો ઉપાડતી જતી ગેંગ સક્રિય થઇ હોવાનું બહાર આવેલ હતું. આ સંદર્ભે વ્હોટસએપ ઉપર એક મહીલાનો વિડીયો પણ વાઇરલ થયેલ હતો. ત્યારે બસ સ્ટેન્ડ ખાતે જે મહીલાનો વિડીયો વાઇરલ થયો હતો તે મહીલા મળી આવતા ઉપલેટા બસ સ્ટેન્ડમાં અફરા તફરી મચી જવા પામેલ હતી. અને બાદમાં ઉપલેટા પોલીસને ફરીયાદ કરતા પોલીસે આ મહીલા સામે અટકાયતી પગલા લઇ તપા હાથ ધરતા ઉપરોકત મહીલા મગજની અસ્થિર હોય અને કોઇ અજાણ્યા ઇસમો દ્વારા મહીલાના વિડીયોનો દુરઉપયોગ કર્યાનું જણાવી ઉપરોકત વિડીયો તેમજ  તેમાં દર્શાવેલી વિગત સંપુર્ણપણે ખોટી હોવાનું ઉપલેટા પોલીસે સ્ટેટમેન્ટ આપેલ છે. (૨૩.૭)

(11:41 am IST)