Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગોંડલ - ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વિજ પુરવઠા મુદ્દે આવેદન

 ગોંડલ : ખેડૂત સમાજ ગુજરાત રાજકોટ જિલ્લા એકમના ચેતનભાઇ ગઢિયાની આગેવાનીમાં ગોંડલ, વિરપૂર, જેતપુર, પીઠળિયા તેમજ કાગવડ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી નહિવત કરવામાં આવી હોય વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, ચાર દાયકા જૂના વીજવાયર બદલાવવામાં આવ્યા ન હોય, જેવી વિવિધ મુશ્કેલીઓ અંગે ગોંડલ પીજીવીસીએલ કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, ઉપરોકત ખેડૂતોના પ્રશ્નો અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ચેતનભાઇ ગઢીયા દ્વારા ખેડૂતોને સાથે રાખી આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે, આવેદન ની નકલ ગુજરાત રેગ્યુલેટર કમિશન ગાંધીનગર, મામલતદાર ગોંડલ, તેમજ રાજકોટ કલેકટર ને રવાના કરવામાં આવી છે. આ અંગે ખેડૂત સમાજ ગુજરાત (રાજકોટ જિલ્લા એકમ)ના પ્રમુખ ચેતનભાઇ ગઢીયાની આગેવાનીમાં ગોંડલ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી, ગોંડલ)(૨૧.૩)

(9:54 am IST)