Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજયવ્‍યાપી GST કૌભાંડ : બોગસ પેઢીઓ ખોલી નાખી : ભાવનગરનો ભેજાબાજ અમરેલી પોલીસની રિમાન્‍ડમાં

અમરેલી તા.૨૬ : અમરેલીમાં એક વાસણની દુકાનમાં કામ કરતા આધેડને  ઈન્‍ક્‍મટેક્‍સ તરફથી મળેલી નોટિસ બાદ તેના દ્વારા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે  ફરિયાદ અંગે  ભાવનગર સીટ ની તપાસમાં  સમગ્ર રાજ્‍ય વ્‍યાપી  જીએસટી સ્‍કેન્‍ડલ બહાર આવેલ હતું. જેમાં અમરેલીના સખ્‍શના નામે બોગસ સાત પેઢીઓ ખોલી જી એસ ટી નું આચરવામાં આવેલ.  કૌભાંડ માં ભાવનગરના એક ભેજાંબાઝને ઝડપી લેવામાં આવેલ હતો. જેનો  અમરેલી સાઇબર પોલીસે કબ્‍જો લઇ છ દિવસના રિમાન્‍ડ મેળવેલ હતા.

આ અંગે ભાવનગર સાયબર ક્રાઇમના પીઆઇ દ્વારા પ્રેસ કોન્‍ફ્રન્‍સ કરી માહિતી આપવામાં આવી હતી કે,આ જીએસટી કૌભાંડ ઝડપી પાડવામાં આવ્‍યું હતું અને દસ્‍તાવેજો બનાવી જીએસટીની પેઢીઓ ખોલવામાં આવી હતી અને ઈન્‍ટરનેટના માધ્‍યમથી કૌભાંડ કરવામાં આવ્‍યું હતું. જેને પગલે આઇટીની કલમો પણ લાગી હતી. જીએસટીનું કૌભાંડ કરવા માટે બોગસ પેઢીઓ રાજ્‍ય ભરમાં બનાવવામાં આવે છે અને તેને વેચીને બોગસ બિલિંગ કરવામાં આવી રહ્યું હતું અને સરકારને જે જીએસટી ભરવાનો હતો. જે ભરવામાં આવી રહ્યું ન હતું. કેમ કે જે લોકો પેઢીનો ઉપયોગ કરે છે.તે વ્‍યક્‍તિના નામ પર પેઢી હોતી નથી અને ત્રાહિત વ્‍યક્‍તિના નામે હોય છે જે તેને ખબર પણ હોતી નથી.

અમરેલીમાં વાસણની દુકાનમાં કામ કરતાચંદ્રેશભાઈ સંઘવીને ઈન્‍ક્‍મટેક્‍સની નોટિસ મળી હતી. તેથી  તેમણે આ અંગે  સીએને વાત કરી હતી અને તેમણે ડીટેલ કઢાવતા સમગ્ર મામલો સામે આવ્‍યો હતો. અને તેમના નામ પર ૭ જેટલી બોગસ પેઢીઓ ચાલુ હતી તે તેમણે ખોલાવી ન હતી. આ ૭ બોગસ પેઢીઓની જીએસટી પાસેથી ડિટેઈલ્‍સ કઢાવતા જેમાંથી ૨ તામિલનાડુ, ૨ મહારાષ્‍ટ્ર અને ૩ ગુજરાતમાં કંપનીઓ ચાલુ હતું. જે બાબતે ચંદ્રેશભાઇ દ્વારા અમરેલી સાઇબર ક્રાઇમ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ અંગે રાજ્‍ય સરકાર દ્વારા નોંધ લઈને ભાવનગર આઈજીપીના નેતળત્ત્વ હેઠળ સીટની રચના કરવામાં આવી હતી જેમાં સીટ દ્વારા પહેલેથીજ  ત્રણ ગુન્‍હાઓની તપાસ ચાલી રહી હતી.તે દરમિયાન અમરેલીના  ગુન્‍હાની તપાસ પણ સીટને સોંપવામાં આવી હતી.

આ અંગે તપાસ કરવામાં આવતા સામે આવ્‍યું હતું કે,કોઈ પણ કંપની બનાવે ત્‍યારે મોબાઈલ નંબર જીએસટી ને આપવામાં આપવામાં આવે છે. જે નંબર આ પેઢીઓ બનાવવામાં આપેલ હતો. બાદમાં  તે  નંબર એક જુના મોબાઈલ લે વેચ કરનાર વ્‍યક્‍તિને આપ્‍યો હતો અને આ નંબર ઉમરાળાના વ્‍યક્‍તિ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોવાનું પોલીસની તપાસમાં ખુલતા આ મોબાઈલ ભાવનગરના લેવેચ કરતા એક વેપારી પાસેથી લીધેલ હોવાનું જણાવતા  પોલીસે મોબાઈલની લેવેચ કરતા વેપારીની પૂછપરછ કરતા આ મોબાઈલમાં ભાવનગરના ફિરોજ ઉર્ફે પિન્‍ટુ ગફારખાન પઠાણનું કનેક્‍શન ખુલ્‍યું હતું અને ત્‍યાર બાદ સાયબર ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવેલ હતી અને તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવેલ  હતો અને વધુ મોબાઈલ ફોન મળી આવે તેવી પણ શકયતા છે. અમરેલી સાઇબર ક્રાઇમ પોલીસે આ શખ્‍શનો કબઝો મેળવી અમરેલી કોર્ટમાં રજુ કરવામાં આવ્‍યો હતો અને કોર્ટે ૬ દિવસના રિમાન્‍ડ મંજુર કરવામાં આવેલ  હતા ઇન્‍ટરનેટ ના માધ્‍યમ થી આચરવામાં આવેલ બોગસ જી એસ ટી કૌભાંડનો ભેદ ભાવનગર સીટીની ટીમે ખોલી નાખેલ હતો.

(1:42 pm IST)