Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

બોરવાવ ગામની સીમમાં ૧૯૨ બોટલ દારૂ સાથે બે ઝડપાયા

વેરાવળ તા. ૨૬ : જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી.મયંકસિંહ ચાવડા,ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા દ્વારા દારૂનુ દુષણ ડામવાᅠસુચન અનુસંધાને એલ.સી.બી. ના ઇ.ચા.પો.ઇન્‍સ. વી.કે.ઝાલાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ.નરેન્‍દ્રભાઇ કછોટ, લાલજીભાઇ બાંભણીયા,ᅠમેસુરભાઈ વરૂ પો.હે.કો.શૈલેષભાઇ ડોડીયા, ᅠનરેન્‍દ્રભાઇ પટાટ,ᅠપો.કો. ઉદયસિંહ સોલંકી,પો.કો. ડ્રા.ગોપાલભાઈ મકવાણા સહિત પો.સ્‍ટાફ પેટ્રોલિંગ દરમ્‍યાન મળેલ બાતમી આધારે બોરવાવ ગામની પાદરડી સીમમાં રાજેશ ચકુભાઇ ખુટની વાડીમાં આવેલ માલ સામાન ભરવાના મકાને રેઇડ કરતા દારૂની બોટલો નં.૧૯૨ કિ.રૂ ૮૦,૪૦૦ મોબાઇલ ફોન-૨ કિ.રૂ ૧૦,૦૦૦ કુલ કિ.રૂ. ૯૦,૪૦૦ મુદામાલ સાથેᅠરાજુ ઉર્ફે ઘેટો બધાભાઇ કોડીયાર,રાજેશભાઇ ચકુભાઇ ખુટ રહે. બન્ને બોરવાવ વાળાને ઝડપી કાર્યવાહી કરી તાલાળા પો.સ્‍ટે. ગુ.૨.કરાવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેઇડ દરમ્‍યાન હાજર નહિ મળી આવનારᅠરાણા લાખાભાઇ ચાવડા રહેજુનાગઢ વાળાને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા છે.

(1:16 pm IST)