Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કેસર કેરીનો જન્‍મદિવસ ઉજવાયોઃ ૨૫મે ૧૯૩૪ના રોજ નામકરણ થયેલ

જુનાગઢ કૃષિ યુનિ.ખાતે પ્રથમવાર : કાર્યક્રમમાં ધારાસભ્‍ય ભગવાનજીભાઇ, યુનિ.ના પ્રોફેસરો સત્તાધીશો, ખેડુતો હાજર રહયાઃ દર વર્ષે ઉજવણીનો સંકલ્‍પ

જુનાગઢ તા.૨૬: કેરી એટલે ફળોનો રાજા એમાં પણ સૌરાષ્‍ટ્રમાં જુનાગઢ પંથકની કેસર કેરી સ્‍વાદ અને ગુણોથી વિશ્વ વિખ્‍યાત છે. કેરીની કુલ ૧૫૦૦થી ૨૦૦૦ જાતોમાં કેસર શ્રેષ્‍ઠ ફળ છે.

કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા ગઇકાલે કેસર કેરીના જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો હતો. ૨૫મે ૧૯૩૪ના રોજ કેરીની આ જાતનું કેસર નામકરણ કરવામાં આવ્‍યુ હતું. જે અન્‍વયે ગઇકાલે પ્રથમ કેસરકેરીના જન્‍મદિવસની જુનાગઢ સકકરબાગ ફાર્મ ખાતે ઉજવણી થઇ હતી.

 આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, પદાધિકારીઓ, ધારાસભ્‍ય ભગવાનજીભાઇ, કૃષિ વૈજ્ઞાનિકો તથા કેસરકેરીના ખેડુતો એ આ એક દિવસીય કાર્યક્રમમાં દર વર્ષે ૨૫મેના રોજ કેસરકેરીના જન્‍મદિવસ ઉજવવા સંકલ્‍પ કર્યો હતો.

(1:15 pm IST)