Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

બોર્ડનું ધો.૧૦નું ઓખા હાઇસ્કુલનું ૬૦ ટકા અને વીએ ઇંગ્લીશ મીડીયમનું ૪૧ ટકા પરીણામ

(ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા તા. ૨૬ : ગૂજરાત બોર્ડ ધો. ૧૦નું પરિણામ જાહેર થયું. જેમાં ઓખા હાઇસ્કૂલ ના ૭૦ વિધાર્થી માથી ૪૨ વિધાર્થી પાસ થયા. જેમાં બારીયા હર્ષદ મનીષભાઈ ૮૮.૮૦ PR સાથે સ્કુલ પ્રથમ, રામાવત રાજ હિતેશભાઇ ૮૮.૬૧ PR સાથે બીજા ક્રમે તથા શિંગડિયા  દિપ રમેશભાઇ ૮૬.૮૬ PR સાથે ત્રીજા ક્રમે જ્યારે VA સ્કુલ ના ૨૭ વિધાર્થી માથી ૧૧  વિધાર્થી પાસ થયા જેમા દવે કુંજ હિતેશભાઇ ૯૩.૫૮ PR સાથે સ્કુલ પ્રથમ, ચોહાણ દેવાંગ મહેશભાઇ ૯૧.૦૯ PR સાથે બીજા ક્રમે તથા ઘેડિયા સુભમ કિશોરભાઈ ૯૦.૪૧ PR સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. તમામ તેજસ્વી તારલા ઓને ઓખા મંડળના યુવા નેતા સહદેવ સિંહ પબુભા માણેકે, પ્રિન્સિપાલ જે બી જાડેજા, જતીનભાઈ રામાવત તથા સર્વે સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી.

 

(12:08 pm IST)