Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધોરાજીના વોર્ડ નંબર ચાર અને ફરેણી રોડ પરના પાણી પ્રશ્ને મહિલાઓએ કર્યો વિરોધ પ્રદર્શન

ધોરાજી : ફરેણી રોડ અને વોર્ડ નંબર ચાર મા ઘણા વર્ષોથી પીવાના પાણી ની સમસ્યાઓને લઈને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે નગરપાલિકા તંત્ર દ્વારા ફરેણી રોડ વિસ્તારમા ૬૦ થી વધારે કનેકશન આપી દિધેલ છે પણ પાણીના કનેકશન માથી ધણા સમયથી પાણી આવતુ નથી નળ કનેકશન શોભાના ગાંઠીયા સમાન છે તમામ પ્રકારના વેરાઓ પણ સમયસર ભરી દેવામા આવે છે ગાંધીનગર પણ જવાબદાર તંત્રને રજુઆત કરેલ પણ કોઈ નક્કર પરિણામ આવેલ નથી વોર્ડ નંબર ચાર અને ફરેણી રોડ ની ઘણી મહિલાઓ લાલઘૂમ થઈ ને પહોંચી નગરપાલિકા કચેરીએ પણ યોગ્ય જવાબ આપેલ ન હતો તેથી મહિલાઓ એ ધારાસભ્ય વિરોધ સૂત્રોચ્ચાર કરેલ અને પાણી આપો પાણી આપોના નારાઓ લગાડીને પોતાનો રોષ વ્યકત કરેલ

 

(11:58 am IST)