Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

માળીયાના મેઘપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ.

આરોપી સંજય સ્થળ પર હજાર નહિ મળતા સકંજામાં લેવા પોલીસની તજવીજ

મોરબી : માળીયામાં મેઘપર ગામ નજીક માળીયા પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડતા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. જ્યારે આરોપી સ્થળ પર હાજર નહિ મળી આવતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી સંજય પોપટભાઈ ભોજવીયા નવાગામથી મેઘપર ગામ તરફ જતા નદીના કાંઠે બાવળની કાંટમા દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે.
જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઈડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૫૦ કિમત રૂપિયા ૩૦૦ તથા ઠંડા આથો ૩૦૦ લીટર કિમત રૂપિયા ૬૦૦ તેમજ દેશી દારૂનું પ્લાનું કેન નંગ-૧ મા રહેલ દારૂ લિટર ૦૫ કિમત રૂપિયા ૧૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા ૧૦૦૦નો મુદ્દામાલ રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. જ્યારે આરોપી સંજય સ્થળ પર હજાર મળી આવ્યો ન હતો.જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(12:22 am IST)