Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ઉનામાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરતા સી.આર.પાટીલ :બપોર બાદ અમરેલી -ભાવનગરની મુલાકાતે

અસરગ્રસ્તોની વ્યથા સાંભળીને તુટી ગયેલા મકાનો સહિત નુકસાની અંગે ચર્ચા કરી : સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે વધુ સહાય જાહેર કરાશે ?

સી. આર. પાટીલ બે દિ' સૌરાષ્ટ્રમાં: દિવ એરપોર્ટ ઉપર આગમન : દિવ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું આજે દિવ એરપોર્ટ ઉપર આગમન થયુ હતું. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જીલ્લામાં વાવાઝોડ બાદની પરિસ્થિતિનું સી. આર. પાટીલ નિરીક્ષણ કરશે. બે દિવસ સી. આર. પાટીલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. તસ્વીરમાં સી. આર. પાટીલનું દિવ એરપોર્ટ ખાતે આગમન થયુ હતું તે નજરે પડે છે. (તસ્વીર : તારક કારિયા-દિવ)

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૬ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે ઉના અને ગીરગઢડાના વાવાઝોડાની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવીને વાવાઝોડાથી તુટી ગયેલ મકાનો સહિત નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. સી.આર.પાટીલ બપોર બાદ અમરેલી-ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે ઉના અને ગીરગઢડા તાલુકાની મુલાકાતે આવીને તાલુકામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઇને અને વાવાઝોડાથી તુટી ગયેલ મકાનો તેમજ અન્ય નુકશાનીએ અંગે ચર્ચા કરી હતી.  તેઓ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ પરિવારના લોકોને મળીને તેની વ્યથા સાંભળી હતી.

સી.આર.પાટીલની ઉના -ગીરગઢડા તાલુકાની મુલાકાત બાદ વાવાઝોડાથી નુકસાન અંગેનો અંદાજ અંગેનો રિપોર્ટ ઉચ્ચકક્ષાએ મોકલ્યા બાદ સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે વધુ સહાય જાહેર કરે તેવી સંભાવના છે.

બપોર બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અમરેલી અને ભાવનગર જીલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

(4:01 pm IST)