Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન અંતર્ગત લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે ધારાસભ્ય જીલ્લા પંચાયત સદસ્યો

ખીરસરા : સરકારશ્રીના અભિયાન અંતર્ગત મારૂગામ કોરોના મુકત ગામ તેમજ તાઉતે વાવાઝોડાની અસરના પગલે લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જિલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડા, લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઇ કુગશીયા, મોહનભાઇ ખુંટ, તા.પં. ઉપપ્રમુખ કિશોરભાઇ વસોયા, અધ્યક્ષ ઘનશ્યામભાઇ ભુવા, તા.પં. પુર્વ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી, મનોજભાઇ રાઠોડ તેમજ તાલુકા સદસ્યો દ્વારા લોધીકા તાલુકાની પારડી જિ.પં. સીટના ગામોની મુલાકાત લેવામાં આવેલ જેમાં માખાવડ (કોરોના મુકત ગામ) ખાભા ઢોલરા કાગશીયાળી, પારડી, રાવકી વગેરે ગામોની મુલાકાત લીધી અને ગ્રામ્ય વિસ્તારના લોકોની જાગૃતતાના લીધી કોરોના કેસો ઘટયા છે તેમજ રિકવરી રેટ વધ્યા છે. ગામડાઓમાં લોકોની જાગૃતતાના લીધે વેકસીન લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુને વધુ આગળ આવી રહેલ છે તાઉતે વાવાઝોડાની અસરથી શુ નુકશાન થયેલ હોય તો તેની પણ તપાસ કરેલ પરંતુ કોઇ મોટી જાનહાની કે નુકશાન ન હોવાની આગેવાનો તેમજ સરપંચો દ્વારા માહિતી આપેલ તેમજ તાલુકાના ગામોમાં વિકાસના કામોની સમીક્ષા કરેલ અને જરૂરી જણાય ત્યા વધુ વિકાસના કામો શરૂ કરવાની બાહેંધરી અપાયેલ હતી.

(12:27 pm IST)