Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

લીંબડીની ત્રણ હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીનો 'સીલ': સગર્ભા મહિલાઓ માટે 'જાયે તો જાયે કહાં' જેવી પરિસ્થિતિનું નિર્માણ

જિલ્લા આરોગ્ય વિભાગે ફોર્મ 'એફ'માં અધુરી વિગતને કારણે કાર્યવાહી તો કરી, પણ કેટલાને તકલીફ પડશે? એનું વિચાયુ જ ન હોવાની ચર્ચા

વઢવાણ તા.૨૬: લીંબડી ખાતે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી ફોર્મ 'એફ'માં અધુરી વિગત હોવાને કારણે ત્રણ સોનોગ્રાફી મશીનોને સીલ કરી દેતા ગરીબ,મધ્યમ વર્ગની સગર્ભા મહિલાઓને હવે 'જાયે તો જાયે કહાં'જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યાની વાતો સંભળાઇ રહી છે.

આ અંગે ચર્ચાતી વિગતોનુંસાર લીંબડીમાં ત્રણ હોસ્પિટલમાં જીલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં  ફોર્મ 'એફ'મા અધુરી વિગતોને કારણે સોનોગ્રાફી મશીનને સીલ મારવામાં આવ્યા. લીબડી ની સગર્ભા મહિલાઓને સામાન્ય સોનોગ્રાફી માટે સુરેન્દ્રનગર, અમદાવાદ,  રાજકોટ જવું પડશે. આ સમય દરમિયાન  એક પણ સગર્ભા સ્ત્રીને  જો જીવનુ જોખમ ઉભુ થાય તો જવાબદાર કોણ?... લીંબડીમા સોનોગ્રાફી સેન્ટર બંધ થાય તો ગરીબ,મધ્યમ વર્ગની સગર્ભા મહિલાઓને ના છુટકે  અન્ય જગ્યાએ વધારે  પૈસા ચુકવવાનો કપરો વખત આવવાની ચિંતા અત્યારથી જ પ્રસરવા લાગી છે. 

દરમિયાન જાગૃત નાગરીકોમાં એવી પણ ચર્ચા ચારેકોર સંભળાવા લાગી છે કે, હાલ લીબડીમા ત્રણ જગ્યાએ સોનોગ્રાફી મશીનોને સીલ કરવામાં આવ્યા છે તે મોટું રાજકારણ તો  નથીને?

(12:40 pm IST)