Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સાણથલી ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય બાવળીયા

જસદણ, તા.૨૬: જસદણ તાલુકાના સાણથલી ના ગ્રામ્ય વિસ્તાર ડોડીયાળા ઝુડાળા રાંપરડા મઢડા ગામે મુલાકાત જસદણ ધારાસભ્ય શ્રી કુવરજી ભાઈ બાવળીયા રાજકોટ જિલ્લા પંચાયત ના સભ્ય શ્રી વિનુભાઈ ધડુક તાલુકા પંચાયત ના સભ્ય દામજીભાઈ ધડુક તાલુકા પંચાયત ના સભ્ય છગનભાઇ વોરા જેતે ગામ ના સરપંચો ગામના આગેવાનો નાગરિકો બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી આગેવાન શ્રીઓએ ગામની સમીક્ષા કરી ગામ ની જરૂરિયાત મુજબ રકમ ફાળવેલ હતી જેમાં . રાનપરડાં ગામે ભૂગર્ભ ગટરના ના કામ માટે ૨.૫૦૦૦.હિન્દુ સમાજ ના સ્મશાન માટે કમ્પાઉન્ડ વોલ રકમ ૨.૫૦૦૦૦.પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ વોલ માટે ૩૦૦૦૦૦...ત્યાર બાદ જુંડાળા ગામે શિવ મંદિર માં પેવરબ્લોક ના કામ માટે ૧૦૦૦૦૦.હિન્દુ સમાજ ના સ્મશાન માટે ૨.૫૦૦૦૦.પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ વોલ માટે ૨.૫૦૦૦૦.પ્રાથમિક શાળા ના રસ્તા માટે શીશી રોડ ૩૦૦૦૦૦.. મઢડા ગામે પીવા ના પાણી માટે પીવિસી પાયપ લાઈન રકમ ૧૦૦૦૦૦.ભૂગર્ભ ગટરના ના કામ માટે ૨૦૦૦૦૦.ના કામો આપેલ છે જેતે ગામ માં ગામ વિકાસ ના કામો આપ્યા હતા સાથે ગામલોકો માં વિકાસ ના કામ ને લય ખુશી ની લાગણી પ્રસરી હતી. તસ્વીરમાં વિકાસ કામોનું નિરીક્ષણ કરતા આગેવાનો નજરે પડે છે. (તસ્વીર.ધર્મેશ કલ્યાણી)

(11:48 am IST)