Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સિંહોરના સરગામે શિબિર, મહિલાઓને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિકાસની ક્ષિતિજો સર કરાવવા સોનેરી સમજણ

પશુપાલન થકી ગ્રામ્યવિસ્તારોમાં સામાજિક જાગૃતિ સાથે કુટુંબોમાં આર્થિક સધ્ધરતા લાવવાની નેમ : ૩૦ મી સુધી ચાલશે, દરરોજ ૩૦૦૦ થી વધુ લેશે લાભઃ ગોહિલવાડના એકેએક ગામમાં, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ સર્જવાનું એલાન

ભાવનગર તા.૨૬: જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા સંચાલિત સર્વોતમ દાણ ફેકટરી ખાતે જોડાયેલી દૂધ મંડળી ના મહિલા સભાસદો માટે સહકાર દ્વારા દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિકાસની ક્ષિતિજો સર કરાવવાના ભાવગરૂપે માર્ગદર્શન શિબિરનો પ્રારંભ થયો છે, સ્વાગત પ્રવચન સંઘના જોઇન્ટ મેનેજીંગ ડિરેકટર એમ.પી. પંડયાએ કર્યુ હતં.

તા. ૩૦ મી સુધી ચાલનાર શિબિરમાં ૩૦૦૦ થી ૩૨૦૦ જેટલી પશુપાલન ક્ષેત્રે કાર્યરત મહિલાઓ ભાગ લેશે.

મહિલા માર્ગદર્શન શિબિર, દાણ ફેકટરી દર્શન કાર્યક્રમમાં વેટરનરી ઓફીસર ડો. બલદાણીયાએ પશુ સંરક્ષણ વિશે વાત કરેલ, જયારે દૂધ મંડળીના સભાસદો ગોમતીબેન કાપડીયા (મહુવા) તથા માયાભાઇ વીજાભાઇ કામળીયાએ અનુભવ કથન આપેલ. એવી જ રીતે સંધના ડાયરેકટર મંજુલાબેન પટેલીયાએ પશુપાલન થકી ગ્રામ્ય વિસ્તારમા઼ મહિલાઓમાં આવેલ સામાજિક આર્થિક જાગૃતિ અને તે દ્વારા કુટુંબોમાં આવેલ આર્થિક સધ્ધરતા વિશે સમજાવટ આપી હતી.સાથે સાથે સંઘના ડાયરેકટર માવજીભાઇ ભાલીયાએ દૂધ ઉત્પાદન દ્વારા આર્થિક ક્ષેત્રે સહકારી મંડળીઓની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. સંઘના મેનેજીંગ ડિરેકટર એચ.આર. જોષીએ દાણ ફેકટરીની સ્થાપના ની જરૂરીયાત અને હાલમાં સર્વોતમ દાણના કાયદા અને લાભાલાભ વિશે જણાવેલ. ઉપરાંત કપાસીયા ખોળ, ટોપરૂ, બજારૂ દાણથી પશુને થતું નુકશાન સમજાવી સર્વોતમ દાણથી પશુને લાંબા ગાળે થતો ફાયદો સમજાવેલ. પશુપાલન વ્યવસાયમાં ઓછા ખર્ચે વધુ નફો મળે તે પણ સમજાવાયું હતું.

આ તકે અધ્યક્ષસ્થાને થી સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતે વર્તમાન સમયમાં 'સંઘો શકિત કલીયુગે' ની યુકિતને સાર્થક કરતી સર્વોતમ ડેરીની જિલ્લાની સફરને સુખદ અનુભવ ગણાવી કહેલ કે, પોતાને સહકારી પ્રવૃતિ થકી સમાજને ઉપયોગી થવાની તક મળી છે. સાથેસાથે જિલ્લાની તમામ મંડળીઓનો સામુહિક પ્રયાસ આવતા દિવસોમાં સમગ્ર ભાવનગર જિલ્લો જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં સર્વોતમ ડેરીનું નામ ઉજ્જવળ સ્થાને પહોંચશે તેવી આશા પણ વ્યકત કરી હતી. શ્વેતક્રાંતિ થાય, હરીયાળી ક્રાંતિ થાય તેની સાથે આર્થિકક્રાંતિ થયા તેવું એલાનછે. ઝીરો બજેટ ખેતી માટે પશુપાલન જરૂરી છે, એક ગાય કેટલાય એકર જમીન સાચવે છે.ઓર્ગેનિક ખેતી માટે પશુપાલનનું વિશેષ મહત્વ છે. ભાવનગર જિલ્લાનું એક એક ગામ આર્થિક રીતે સધ્ધર બને તેવી મહેચ્છા વ્યકત કરી હતી. આ પ્રસંગની આધારવિધિ સિનિયર મેનેજર ભરતભાઇ ખેરે કરી હતી.

(11:44 am IST)
  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા access_time 1:18 am IST