Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વિસાવદર-ઉનાના દારૂના ગુન્‍હામાં ફરાર જૂનાગઢનો મહિમન ઝડપાયો

જુનાગઢ તા. ર૬ :.. રેન્‍જના નાબય પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તાત્‍કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ અત્રેના જીલ્લામાં રહેતા તેમજ જીલ્લા બહાર રહેતા નાસતા ફરતા આરોપીઓ ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળેલ જે અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા વોચ તપાસમાં રહી સી ડીવીઝન પો. સ્‍ટે.ના પો. સબ ઇ. જે. જે. ગઢવી તથા પો. સ્‍ટાફના માણસો પ્રયત્‍ન શીલ હોય નાઇટ પેટ્રોલીંગ દરમ્‍યાન એચ.સી. વી. એન. ડાંગર તથા પી.સી. નાગદાનભાઇ સિંઘવ, જીલુભા ગાંગણા નાઓને હકિકત મળેલ કે ઇગ્‍લીશ દારૂના ગુન્‍હાઓમાં નાસતો ફરતો મહીપત આચાર્ય તેની રજી નં. વગરની  સફેદ કલરની એકસેસ મોપેડ લઇ વાડલા ફાટકથી સાંઇબાબા મંદિર તરફ આવે છે. જેથી વોચમાં રહી પેટ્રોલીંગ દરમ્‍યાન મજકૂર ઇસમને કેફી પીણુ પીધેલ હાલતમાં મોપેડ સાથે પકડી પાડી ગુન્‍હો રજી કરી પુછપરછ દરમ્‍યાન પ્રોહીઓના ગુન્‍હાઓમાં વિસાવદર પો. સ્‍ટે. તેમજ ઉના પો. સ્‍ટે. જી-ગીર સોમનાથ ખાતે પ્રોહીના ગુન્‍હાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ આરોપી મહીમન ઉર્ફે મહીપત દિપકભાઇ આચાર્ય જાતે બ્રાહ્મણ ઉ.વ.૩૦ રહે. જુનાગઢ આકાશ ગંગા સોસાયટી વાળાને પકડી વિસાવદર પો. સ્‍ટે. જી. જુનાગઢ ગુ. ર. નં. થર્ડ ૧૧ર૦૩૦૭૦ર૧૦ર૬૪-ર૧ પ્રોહી. એકટ કલમ-૬પ  (ઇ) વીગેરે મુજબના ગુન્‍હાઓમાં અટક કરવાનો બાકી હોય જેથી કાર્યવાહી કરવામાં આવેલ છે.

 આ કામગીરીમાં જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. જે. જે. ગઢવી તથા એચ.સી. વિ. એન. ડાંગર, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સીસોદીયા, તથા પીસી જીલુભા ગાંગણા, કરણસિંહ ઝણકાંત, ભાવિકભાઇ કોદાવલા, ચેતનસિંહ સોલંકી, ડીપીસી નાગદાનભાઇ સિંઘવ વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:22 pm IST)