Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જુનાગઢમાં ધરાર પ્રેમીનો માતા અને બે બહેનો સાથે ઘરમાં ઘુસીને પરિણીતા પર હુમલો

ઘરની બહાર ખેંચી ઝપાઝપી કરી કપડા ફાડી નાખ્‍યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ : જુનાગઢમાં ધરાર પ્રેમીએ માતા અને બે બહેનો સાથે પરિણીતાના ઘરે ધસી જઇ હુમલો કરી બાદમાં તેણીને ઘરની બહાર ખેંચી જઇ ઝપાઝપી કરીને કપડા ફાડી નાંખ્‍યા હોવાનો બનાવ પોલીસે દફતરે નોંધાયો છે.

વિગતો એવી છે કે, સરદારબાગ પાછળ આવેલ એક સોસાયટીમાં રહેતી ર૭ વર્ષીય પરિણીતાનો છેલ્લા એક અઠવાડીયાથી રોમાન અબ્‍દુલ બેલીમ નામનો શખ્‍સ મોટર સાયકલ પર પીછો કરતો હતો.

તેમજ જાહેર રસ્‍તા પર પજવણી અને છેડતી કરતો હતો આથી પરિણીતા અને તેના પરિવારજનો રોમાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

તા.ર૩ ના રોજ પરિણીતા તેના ઘરે એકલી હતી ત્‍યારે ધરાર પ્રેમી રોમાન તેમજ તેની માતા રૂકસાનાબેન અનેબે બહેનો પરીણીતાના ઘરે ધસી આવ્‍યા હતા.

બાદમાં ચારેય જણાએ પરિણીત યુવતિએ ઘરની બહાર ખેંચી જઇ ઝપાઝપી કરી કપડા ફાડી નાખ્‍યા હતા તેમજ મારમારી પતાવી દેવાની ધમકી આપી હતી.

ઉપરાંત રોમાને છેડતી કર્યાની ફરિયાદ પરિણીતાએ નોંધાવતા સી ડીવીઝનના પી.એસ.આઇ. એમ.સી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)