Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

પોરબંદરમાં ચોરાઉ ૮ સાઇકલો સાથે ર યુવાનો ઝડપાયાઃ લોક નહીં કરેલી સાઇકલો ઉઠાવી જતા

પોરબંદર, તા., ૨૬: પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચોરી કરેલી  ૮ સાઇકલો સાથે દિલીપ ઉર્ફે રામજા ગોવિંદ પરમાર (ઉ.વ.૩ર) અને અમીત રાણા વેગડા (ઉ.વ.રર) બન્ને યુવાનોને પકડીને ગુન્‍હા નોંધ્‍યા છે.

કમલાબાગ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પી.આઇ. એચ.બી.ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્‍ટાફે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી આધારે કડીયા પ્‍લોટ શેરી નં. રમાં રહેતો દિલીપ ઉર્ફે રામજાને ગોવીંદ પરમાર (ઉ.વ.૩ર) તથા તેનો મિત્ર અમીત રાણા વેગડા (ઉ.વ.રર રે. કડીયા પ્‍લોટ શેરી નં. ૧)એ સાયકલોની ચોરી કરીને આ સાઇકલો દિલીપના રહેણાંક મકાનના ફળીયામાં છુપાવેલ છે. જેથી દરોડો પાડતા મકાનના ફળીયામાં કુલ ૮ સાયકલો મળી આવી હતી.

પોલીસ તપાસમાં આ સાયકલો બન્ને શખ્‍સો આડી અવળી કરતા હોવાથી સાયકલો બાબતે બન્ને યુવાનોને આધાર પુરાવા માંગતા રજુ કર્યા ન હતા અને યુકતી-પ્રયુકતીથી પુરપરછ કરતા સાયકલો બાબતે કોઇ સંતોષકારક જવાબ આપ્‍યો ન હતો. પોલીસે ર૧,પ૦૦ રૂા.ની કીંમતની આઠ સાયકલ કબ્‍જે કરી બન્નેની પુછપરછ કરતા બન્નેએ છેલ્લા દસ દિવસમાં આ તમામ સાયકલ શહેરના છાયા ચોકી, રૂપાળી બાગ, એમજી રોડ, પેરેડાઇ સિનેમા પાસે સહીતના સ્‍થળોએથી ચોરી કરી હોવાનું જણાવ્‍યું હતું અને બન્ને શહેરના અલગ અલગ વિસ્‍તારમાં સાયકલમાં લોક મારેલ ન હોય તેવી પાર્ક કરેલ સાયકલો લઇને જતા રહેતા હોવાની કબુલાત આપતા પોલીસે ગુન્‍હો નોંધીને તપાસ હાથ ધરી છે.

કમલાબાગ પોલીસ સ્‍ટેશન ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર એચ.બી.ધાધલ્‍યા તથા સર્વેલન્‍સ સ્‍કવોડના પો.સ.ઇ. એ.એ.મકવાણા તથા એ.એસ.આઇ. વી.એસ.આગઠ, બી.એલ.વિંઝુડા, આર.પી.જાદવ તથા પો.હેડ કોન્‍સ. બી.કે.ગોહીલ તથા પો.કોન્‍સ. વિજયભાઇ, ભીમશીભાઇ, કનકસિંહ, વિરેન્‍દ્રસિંહ, અક્ષયભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફ કામગીરીમાં જોડાયેલ હતા. પોલીસ સ્‍ટેશનથી જણાવેલ કે જે કોઇની સાયકલ ચોરાઇ હોય તેઓએ આધાર પુરાવા સાથે કમલાબાગ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો.

(1:31 pm IST)