Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ટીંબી પાસે બાઇક-ટ્રક વચ્‍ચે અકસ્‍માત : રાજુલા

જાફરાબાદ તાલુકાના ટીંબી બાયપાસ ઉપર ટ્રક GJ 14 X 2900 અને બાઇક GJ 32 R 3400  વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. ટીંબી ગામે થી પસાર થતો  ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર  ઉદય પેટ્રોલ પંપ પાસે ટ્રક અને બાઈક વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત થયો હતો જેમાં નારીયેલી મોલી ગામે રહેતા નયન દાસ વિષ્‍ણુદાસ દુધરેજીયા ઉંમર ૨૬ ને ગંભીર રીતે ઇજા પહોંચી હતી વધુ સારવાર માટે ઉના હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા. બાઈકચાલક પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પુરાવવા જતા રોડ ક્રોસિંગ  કરતી વખતે સામેથી એક ટ્રક રોંગ સાઇડમાં આવી જતા અડફેટે લેતા અકસ્‍માત સર્જાયો હતો. આ વિસ્‍તારમાં અવાર-નવાર આવી ઘટના બનતા લોકોના જીવ ખાવાનો વારો આવે છે આવા અકસ્‍માતો પાછળ જવાબદાર કોણ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ટીંબી પોલીસ ઘટનાસ્‍થળે આવીને આગળની કાર્યવાહી કરી હતી.

(12:52 pm IST)