Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જૂનાગઢ અગનભઠ્ઠીમાં ફેરવાતા યલો એલર્ટ

તાપમાન ૪૨ ડિગ્રી ઉપરાંત રહેતા લોકોત્રસ્‍ત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૬: જૂનાગઢ અગનભઠ્ઠીમાં ફેરવાતા યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લા એક સપ્‍તાહથી સૂર્ય દેવતા કોપાયમાન થયા હોય કાળઝાળ ગરમી પડી રહી છે.
ગઇ કાલે જૂનાગઢનું મહતમ તાપમાન ૪૨.૩ ડિગ્રી રહ્યુ હતુ અને આજે સવારે ૨૨.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે.
સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણખ ૫૦ % રહેતા ગરમી તીવ્રતા વધી છે. ૫.૬ કિમીની ઝડપ લુ વર્ષા પણ શરૂ થઇ જતા લોકોની મુશ્‍કેલી વધી છે.
હજે જૂનાગઢનું તાપમાન ૪૩ ડિગ્રી ઉપર પહોંચવાની શકયતા હોય યલો એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે.
આ સંજોગોમાં બપોરના સમયે સગર્ભા મહિલાઓએ ઘર બહાર નિકળવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે.
તેમજ વૃધ્‍ધ અશકત અને બાળકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઇએ જે આરોગ્‍ય માટે હિતાવહ છે.

 

(11:50 am IST)