Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ભાણવડ પંથકમાં ખનીજ ચોરી

ચુંટણીઓ પુર્ણ થતા જ ખેલ પડયોઃ રૂા ૫,૮૦,૦૦૦/- ના સાધનો કબજે કરવામાં આવ્યા

ભાણવડમાં ભુસ્તર ખાતા અનેભાણવડ મામલતદાર તેમજ સ્થાનીક પોલીસ દ્વારા આજરોજ પાછતર તેમજ ઢેબરમાં દરોડા પાડી ભારી માત્રામાં ખનીજ ઉત્ખનન ના સાધનો ઝડપી પાડવામાં આવ્યા હતા (તસ્વીર રવિ પરમાર)

ભાણવડ તા ૨૬ :  ચુંટણીઓ ટાણે ધમધમવા લાગેલી ખનીજ ચોરીની પ્રવૃતિ પર ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ખાતાકીય તવાઇ ઉતરી છે અને વિવિધ સ્થળોએથી ખનીજ ચોરીના સાધનો ઝડપી પાડવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણીઓના ત્રણેક અઠવાડીયા પહેલા લાંબા સમયથી સદંતર ઠપ્પ થઇ ગયેલી, ગેરકાયદેસર ખનીજ ઉત્ખનનની પ્રવૃતિ જોરશોરથી ધમધમવા લાગી હતી અને આંખ આડા કાન કરેલા હતા, પરંતુ જેવું લોકસભા ચુંટણીનું મતદાન પુર્ણ થઇ ગયુ કે તુરતજ આ પ્રવૃતિ પર તવાઇ ઉતરી હતી અને ભુસ્તર વિભાગ ભાણવડ મામલતદાર તેમજ સ્થાનિક પોલીસે સંયુકત રીતે દરોડા પાડી પાછતર ડુંગર વિસ્તારમાંથી ૮ અને ઢેબરમાંથી૧ સહિત કુલ ૯ ખનીજ ઉત્ખનન માટેની ચકરડીઓ તેમજ ઇલે. મોટર સહીતની સામગ્રી ઝડપી પાડી કુલ રૂા ૫,૮૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અનો આ અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમો વિરૂધ્ધ ગુન્હો નોંધેલ છે.

(11:50 am IST)