Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કોટડાસાંગાણીમાં પાણીની પારાયણ યથાવતઃ રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામ પંચાયત માથે લીધી

કોટડાસાંગાણી, તા.૨૬:  કોટડાસાંગાણીમા જાણે દુષ્કાળ પડ્યો હોઈ તેમ પાણીના ધાંધીયા શરૂ થયા છે. પંચાયતના પાણીના સોર્સ ખુટી રહેવાથી દસ દિવસથી પાણી વીતરણ ઠપ્પ કરાતા ગ્રામ વાસીઓમા દેકારો બોલી ગયો છે. અને પાણી માટે ગૃહીણીઓને ઠેર ઠેર ભટકવાનો વારો આવ્યો છે. ત્યારે પુરતા પ્રમાણમા કોટડાસાંગાણીને નર્મદાનુ પાણી પુરૂ પાડવામા નહી આવતા પાણી વીતરણ નહી થતા પાણીના અભાવે મહીલાઓએ ગ્રામ પંચાયત માથે લીધી હતી.

એક તરફ કોટડાસાંગાણીમા ચોમાસા દરમીયાન પુરતો વરસાદ નહી પડવાથી કુવા અને બોરમા પાણીના સ્તર ઉંચા આવ્યા નથી તેથી ગામ લોકો પંચાયત દ્વારા અપાતા જથ્થા પરજ નીર્ભર થયા છે. ત્યારે ગ્રામ પંચાયતના ચાર કુવાઓમા અને બોરમા પાણીના સ્તર ડુકિ જતા પંચાયત દ્વારા  પાણી વીતરણ ઠપ્પ કરાતા બાર હજારથી વધુની વસ્તી ધરાવતા કોટડાસાગાણીમા લોકોને પાણી વીના પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ગામમા પાણી વીતરણ ઠપ્પ કરી દેતા ગામ લોકો અને ગૃહીણીઓમા ભારે દેકારો બોલી ગયો છે.  પાણી વીતરણના ધાંધીયાથી મહીલાઓને પાણી માટે ઠેર ઠેર રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. ગામના કુવા અને બોરમા પાણીના સોર્ષ ખુટી રહેવાથી પંચાયત દ્વારા  પાણી વિતરણ બંધ કરાયુ છે. હજુતો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાજ બાર હજારથી વધુની વસ્તી ધરાવતા ગામમા પાણી વીતરણના ધાંધીયા શરૂ થયા છે ત્યારે કોટડાસાંગાણી માટે તંત્ર દ્વારા પાણીની કોઈ વ્યવસ્થા કરવામા આવસે કે મહીલાઓને પાણીની સમસ્યા વધુ રઝળાવસે? તે સવાલ ઉભો થયો છે હાલ તો પંચાયત દ્વારા  સ્થાનિક પાણીના સોર્સ ખુટી રહેવાથી પાણી વીતરણના ધાંધીયા થયા છે તેથી ગૃહીણીઓમા ભારે દેકારો બોલી ગયો છે. તેથી રોષે ભરાયેલી મહિલાઓના ટોળાએ ગ્રામ પંચાયત કચેરીને બાનમા લઈ પાણી આપો પાણી આપોના નારાઓ લગાવ્યા હતા ત્યારે આગામી દિવસોમા તંત્ર દ્વારા  નર્મદાના પાણીની પુરતી વ્યવસ્થા કરી કોટડાસાંગાણીને નીયમીત નર્મદાના પાણીનો જથ્થો ફળવવામા આવે તો પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે .હાલ તો ગામમા પીવાના પાણીના પણ સાંસા પડતા રોષે ભરાયેલી મહિલાઓએ પાણી માટે ગ્રામ પંચાયત કચેરીને બાનમા લઈ હલ્લાબોલ મચાવ્યો હતો.

તંત્ર દ્વારા નર્મદાનુ પાણી પુરતુ આપેતો પ્રશ્ન હલ : સરપંચ

બાર હજારથી વધુની વસ્તી ધરાવતા કોટડાસાંગાણીના પંચાયત હેઠળના ચાર કુવાઓ અને ચાર બોર આવેલ છે વાછપરી ડેમ પાસે. સોળીયા માર્ગે. ગોંડલી નદી પાસે લોટીયામા. બીલેશ્વર મંદિર પાસે નવો કુવો.અને વાછપરી નદી પાસેના બોરમા પાણીના સ્તર નીચા જતા રહ્યા છે. તેથી સ્થાનિક પાણીના સોર્સ ખુટવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે જેના કારણેઙ્ગ પાણી વીતરણ કરાયુ નથી જયારે તંત્ર દ્રારા અપાતુ નર્મદાનુ પાણી પુરતુ મળતુ નથી જો તંત્ર દ્રારા પુરતુ નર્મદાનુ પાણી આપવામા આવે તો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. તેમજ નારણકા ચોકડી નજીક આવેલ કોટડા જુથના સંપથી કોટડાસાંગાણી સુધી સ્પેશિયલ કોટડાસાંગાણી માટે પાઈપ લાઈન દોડાવવામા તો પણ પુરતૂ પાણીનુ પ્રેસર મળવાથી રાહત થઈ શકે તેમ છે હાલ તંત્ર નર્મદાનુ પાણી પુરતુ અપાતુ નથી તેના કારણે પાણીની વીકટ સમસ્યા સર્જાઈ છે.(ભનુભાઈ ચૌહાણ સરપંચ કોટડાસાંગાણી)

(11:48 am IST)