Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ભાવનગરમાં ગટરનાકક પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટની ટાંકીએ ૩ શ્રમિકોનો ભોગ લેતા અરેરાટી

ભાવનગર તા. ર૬ : ભાવનગરમાં મહાપાલીકાના સિવેઝટ્રીટમેન્ટ પ્લાન્ટ (ગટરના પાણીને શુદ્ધ કરતો પ્લાન્ટ) માં ડુબી જવાથી ત્રણ શ્રમીકોનો મોત નિપજયા છે. જયારે એક શ્રમીકને બચાવી લેવામાં આવ્યો હતો.

આ કરૂણાંતીકાની વિગતો એવી છે કે ભાવનગરનાં કુંભારવાડા નારીરોડ પર આવેલ ભાવનગર મહાનગરપાલીકાના સિવેઝટ્રીટ -મેન્ટ પ્લાન્ટ (ગટરના પાણીને શુદ્ધ કરતો પ્લાન્ટ) માં ર૦ ફુટ ઉંડી ટાંકીમાં ચાર કર્મચારીઓ વાલ્વ બંધ કરવા ગયા હતા પરંતુ થોડો સમય થતાં આ કર્મચારીઓ પાછા નહી ફરતા અન્ય કર્મચારીઓ તેને શોધવા માટે ગયા હતાં જેમાંથી એકને બચાવી લેવાયો હતો હતો જયારે ત્રણ કર્મચારીઓ સાગરભાઇ ઉ.રર, ધર્મપાલ ઉ.ર૪ અને રાજપાલ ઉ.ર૭ ના ડુબી જવાથી ત્રણેય કર્મચારીઓના મોત નિપજયા છે. મૃતક ત્રણેય કર્મચારીઓ ઉત્તર પ્રદેશના અયોધ્યાના વતની હતા અને ખાનગી એજન્સીના કર્મચારીઓ હતા.

આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને હુક તથા દોરડાની મદદથી ર૦ ફુટ ઉંડી ટાંકીમાંથી ત્રણેય કર્મચારીઓના મૃતદેહ બહાર કાઢી ડી ડીવીઝન પોલીસને સુપ્રત કર્યા હતા.

બનાવની જાણ થતાં જ મહાનગર -પાલિકાના અધિકારીઓ, પોલીસ કાફલો અને ફાયરબ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.(૬.૮)

(11:43 am IST)