Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં કિશાન બાયોકોલ કંપનીમાં આગ ભભૂકતા મગફળીના ભુકા સાથે માલ સામાન બળીને ખાખ થઈ ગયો :આગ પર કાબુ મેળવવા ફાયરની 6 ગાડીઓ કામે લાગી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬ :દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટી આગ ની ઘટના બની છે.

કલ્યાણપુરમાં કિશાન બાયોકોલ કંપનીમાં આગ લાગી છે.મગફળીના ભુકા સાથે માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે.ભયંકર આગ લાગતાં ખંભાળિયા દ્વારકા અને 3 ખાનગી કંપનીઓ ફાયર પણ મદદ લેવાઈ છે.આગ પર કાબુ મેળવવા ફાયરની 6 ગાડીઓ કામે લાગી છે.આગ લાગવાનું કારણ હજું અકબંધ છે.

(10:45 pm IST)