Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

પંચ એ ડીવી. પો.સ્ટે. ના ૮૪રરપ એક્ટના ગુન્હામાં ફરાર આરોપી સમીર ઈકબાલભાઈ સમ ને સંકજામાં લેતી જામનગર એસ.ઓ.જી.

પંચ એ ડીવી. પો.સ્ટે. ના ૮૪રરપ એક્ટના ગુન્હામાં ફરાર આરોપી સમીર ઈકબાલભાઈ સમ ને સંકજામાં લેતી જામનગર એસ.ઓ.જી.

જામનગરઃ પંચ એ ડીવી. પો.સ્ટે. ના ૮૪રરપ એક્ટના ગુન્હામાં ફરાર આરોપી સમીર ઈકબાલભાઈ સમ ને   જામનગર એસ.ઓ.જી. દ્વારા ઝડપી પાડવામાં આવ્‍યો છે.

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ ની સૂચનાથી જામનગર જીલ્લાના એનડીપીએસ એકટના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર  બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમારના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં રહેલ હતા,

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા તથા ચંન્દ્રસિંહ જાડેજા ને હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના પંચકોષી એ ડીવી. પોલીસ સ્ટેશનના બી-પાર્ટ ગુ.ર.ન.૧૧ર૦ર૦૪૫૨ર૩૦૧૩૬/ર૦ર૩ ૧૪૦૦૩પ એક્ટ કલમ ૮(સી), રર(સી), ર૯ મુજબના ગુન્હમાં નાસતા-ફરતા આરોપી સમીર ઈકબાલભાઈ સમા રહે. લાલવાડી આવાસ, જામનગર વાળો હાલ હાપા રેલ્વે સ્ટેશન તરફ થી હાપા માર્કેટ યાર્ડ તરફના રસ્તે આવવાનો હોય જેથી હાપા રેલ્વે સ્ટેશન વાળા રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય જેથી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે પંચ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આરોપીનુ નામ:- સમીર ઉર્ફે બેવડો ઈકબાલભાઈ સમા ઉ.વ.ર૩ ધંધો મજુરી રહે. લાલવાડી જુના આવાસ, બ્લોક નંબર ૪૬, રૂમ નંબર-૧, જામનગર આ કાર્યવાહી પો.ઇન્સ. બી.એન.ચૌધરી તથા પો.સબ ઈન્સ. શ્રી જે.ડી.પરમાર સાહેબની સૂચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે.

 

(11:50 pm IST)