Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

પોરબંદર-હવાડા ફેસ્ટિવલ વિશેષ ટ્રેનને વધુ ત્રણ મહિના સુધી લંબાવાઈ: ટિકિટનું બુકિંગ 28 માર્ચથી શરૂ થશે

( કિશોરભાઈ રાઠોડ દ્વારા ) ધોરાજી : યાત્રિયોની સગવડતા માટે રેલવેએ પોરબંદર - હાવડા વચ્ચે ફેસ્ટિવલ વિશેષ ટ્રેન દોડાવવાનું વધુ ત્રણ મહિના માટે વધારવાનો નિર્ણય કર્યો છે. આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ

ધોરાજી: ટ્રેન નં. 09205/09206 પોરબંદર હાવડા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ વિશેષ

ટ્રેન નં. 09205 પોરબંદર - હાવડા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ વિશેષના ફેરા 5 મે 2021el 30 yt, 2021 સુધી લંબાવામાં આવેલ છે, જ્યારે ટ્રેન નં. 09206 હાવડા - પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ વિશેષના ફેરા 7 મે 2021થી 2 જુલાઈ, 2021 સુધી લંબાવામાં આવેલ છે,

ટ્રેન નંબર 09205 પોરબંદર - હાવડા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ વિશેષની ટિકિટ બુકિંગ 28 માર્ચ, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન સ્પેશલ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. સંબંધિત ટ્રેનનો સ્ટોપેજ અને ચાલનાર દિવસો માટે વિશેષ માહિતી મેળવવા વેબસાઇટ

www.enquiry.indianrail.gov.in  પર જાણકારી પ્રાપ્ત કરી શકાશે .

(7:26 pm IST)