Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ફરાર ત્રણ પોલીસ કર્મી ભાવનગરથી ઝડપાયા

જમીન પ્રકરણ બાબતે હત્યા કરાઈ હોવાનો આરોપ પણ ચોરીનું આળ દર્શાવી એક અઠવાડિયાથી લોકઅપમાં ગોંધી દમન ગુજાર્યું હતું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૬: ચોરીના આરોપસર ગેરકાયદે અટક કરી સમાદ્યોદ્યા ગામના બે ગઢવી યુવાનોના મોત નીપજાવવાના ગુનામાં ફરાર ત્રણ પોલીસ કર્મીઓ ભાવનગરથી ઝડપાયા છે. એટીએસ અને કચ્છ પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા ફરાર ત્રણેય પોલીસ કર્મીઓ ઉપર પકડ વોરંટ ઇસ્યુ કરાયું હતું.

આજે તેઓ ભાવનગરમાંથી ઝડપાયા છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શકિતસિંહ ગોહિલ, અશોક કન્નડ અને જયદેવસિંહ ઝાલા આ બનાવ બાદ ભાગેડુ હતા.

આજે ભાવનગર પોલીસની મદદથી પશ્ચિમ કચ્છ પોલીસને તેમને ઝડપવામાં સફળતા મળી છે. ત્રણેય ફરાર આરોપી પોલીસ કર્મીઓને મુન્દ્રા લઈ આવવાની તજવીજ હાથ ધરાઇ છે.

(3:46 pm IST)