Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજયોને પેટ્રોલ ડીઝલ ઉપર વેટ ઘટાડવાનું કહેતા નિર્મલાજી જનતાને ગુમરાહ કરે છે : વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૬ : પુર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, સંસદમાં વિત્ત (નાણા) મંત્રી શ્રીમતી નિર્મલાજીને વિત્ત (નાણા) વિધેયક પરની ચર્ચાના જવાબમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉપરાંત રાજય સરકારો પણ ટેક્ષની વસુલાત કરે છે તેથી પેટ્રોલ તથા ડીઝલના સતત વધતા જતા ભાવોથી ત્રાહીમામ પેટ્રોલ અને ડીઝલના ઉપભોકતાઓ (ગ્રાહકો)ને રાહત આપવા રાજય સરકારોએ ટેક્ષ ઘટાડવો જોઇએ તેવી સલાહ આપી છે અને એ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે પેટ્રોલ અને ડીઝલનો જીએસટીના માળખામાં સમાવેશ કરવા રાજય સરકારો કાઉન્સીલની મીટીંગમાં આ મુદ્દો ઉઠાવે તો કેન્દ્ર સરકાર ચર્ચા કરવા તૈયાર છે તેમ જણાવ્યું છે ત્યારે હુ રાજયના (ગુજરાતના) નાયબ મુખ્યમંત્રી (નાણા) નીતીનભાઇ પટેલને રાજયની જનતા વતી રાજયનાને દેશના પેટ્રોલ અને ડીઝલના ઉપભોકતાઓ (ગ્રાહકો)ના હિતમાં હવે પછી જયારે પણ કાઉન્સીલની મીટીંગય મળે તેમા આ મુદ્દો ઉઠાવવા અનુરોધ કરૂ છુ.

સાથોસાથ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉપરાંત રાજય સરકારો પણ ટેક્ષની વસુલાત કરતી હોવાથી પેટ્રોલ અને ડીઝલના સતત વધતા જતા ભાવોથી ત્રાહીમામ પેટ્રોલ અને ડીઝલના ઉપભોકતાઓ (ગ્રાહકો)ને રાહત આપવા રાજય સરકારોને ટેક્ષ ઘટાડવાની સલાહ આપે છે અને દેશની જનતાને ગુમરાહ કરે છે પરંતુ જણાવવા માંગુ છુ કે રાજય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડે તે પહેલા તમે (કેન્દ્ર સરકારે) ૨૦૧૪-૧૫થી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવોમાં ઐતિહાસિક ઘટાડાનો લાભ દેશની જનતાને આપ્યો નથી અને ઉલ્ટાનું પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડયુટીમાં દસેક જેટલી વખત વધારો કર્યો અને ભાવો ઘટાડયા નથી તે હકીકત છુપાવ્યા વગર તમે એકસાઇઝ ડયુટીમાં જે વધારો કર્યો છે તેમા ઘટાડો કરો તો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરી શકાય તેમ છે અને લોકોને પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોથી રાહત આપી શકાય તેમ છે તેમ વિઠ્ઠલભાઇ ઠુંમરે જણાવેલ છે.

(11:38 am IST)