Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

મોરબી વિટ્રીફાઇડ એસો પ્રમુખ તરીકે મુકેશભાઇ કુંડારિયા ફલોર ટાઇલ્સ પ્રમુખ તરીકે વિનોદભાઇની વરણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૬ : મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરિયા રિપીટ થયા છે. જયારે વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખપદે મુકેશભાઈ કુંડારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જયારે ફ્લોર ટાઈલ્સ એસો પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી કરાઈ છે

મોરબી સિરામિક એસોસિએશનના અલગ – અલગ ત્રણ ડિવિઝનમાં પ્રમુખ પદની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ત્રણેય પ્રમુખોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

(11:37 am IST)