Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

અંધારાનો લાભ લઇ દેશી દારૂની ખેપ મારવા જતાં બુટલેગરને નાગલપુરના પાટીયા પાસેથી દેશી દારૂ લીટર -૧૦૨૦ સાથે બોલેરોમાં ઝડપી લેવાયો

જુનાગઢ,તા.૨૬: જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદરસીંગ પવારની સુચના તેમજપોલીસ અધિક્ષક સૌરભ સિંઘના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધાઙ્ખસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. તેમજ જિલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગે.કા.પ્રવૃતિને સદંતર નેસ્તનાબુદ થાય તેવા ઉદેશથી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી આવી ગે.કા પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. આર.સી.કાનમિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પો. સબ ઇન્સ.આર.કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ. બી.કે.સોનારા તથા ડી.આર.નંદાણીયા તથા ધર્મેશભાઇ વાઢેળને હકિકત મળેલ કે, જૂનાગઢ પંચેશ્વર વિસ્તારમાં રહેતો રાયકો રબારી તેના માણસ સાથે જુનાગઢ ખાતેથી એક બોલેરો ફોર વ્હિલ પીકઅપ વાહન નં.જીજે-૧૧-ટીટી ૪૮૬૦માં ગે.કા.રીતે દેશી પીવાનો દારૂ ભરી ખડીયા થઇ બગડુ મેંદરડા તરફ જાય છે અને હાલ બોલેરો પાદરીયા ગામે પહોચેલ છે તેવી હકિકત મળતા નાગલપુરના પાટીયા પાસે રોડ ઉપર સદરહૂં બોલેરો પીકઅપ આડે સરકારી વાહન નાંખી રોકાવતા થોડા દુર તેના ચાલકે બોલેરો પીકઅપ રોકવતાં બન્ને ઇસમો અંધારાનો લાભ લઇ નાશી ગયેલ પરંતું બોલેરો પીકઅપ વાહનમાં ચેક કરતાં ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો મળી આવતાં પ્રોહી લગત મુદામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ.

 કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ દેશી પીવાનો દારૂ બાચકા નંગ-૩૪ બુંગીયા નંગ-૨૦૪ દારૂ લીટર આશરે ૧૦૨૦ કિ.રૂ.૨૦,૪૦૦ બોલેરો પીકઅપ ફોર વ્હિલ નં.જીજે-૧૧-ટીટી ૪૮૬૦ કિ.રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૭૦,૪૦૦ છે.

આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમિયા તથા પો.સબ ઇન્સ.શ્રી આર.કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ, બી.કે.સોનારા, ડી.આર,.નંદાણીયા તથા પો.કોન્સ. ધર્મેશભાઇ વાઢેળ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.(

(12:58 pm IST)