Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

હરિદ્વારમાં ફસાયેલ ૧ હજાર યાત્રિકો ગુજરાત આવવા રવાના

નકલંક ધામ - હરિદ્વારના પૂ. રાજેન્‍દ્રદાસબાપુ અને સાંસદ રમેશભાઇ ધડુકના સફળ પ્રયાસો : ૫ બસો ફૂડ પેકેટો સાથે રવાના થતા હાશકારો

ધોરાજી તા. ૨૬ : હરિદ્વાર ખાતે કોરોના વાયરસ કારણે કેન્‍દ્ર સરકારે ટ્રેન વ્‍યવહાર બંધ કરતા તેમજ તમામ રાજયની સરહદો સીલ કરતા ગુજરાત સૌરાષ્ટ્રના ૧૦૦૦ યાત્રાળુઓ હરિદ્વારમાં ફસાઈ ગયા હતા

બાદ ગાંધીનગર સીએમ કાર્યાલય ખાતેથી મુખ્‍યમંત્રીના પીએ નીરજભાઈનો ફોન આવતા તેઓએ જણાવેલ કે હરિદ્વાર ખાતે એક હજારથી વધુ લોકો ગુજરાત આવવા માટે પ્રયત્‍ન કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ હાલમાં પાબંધીને કારણે વ્‍યવસ્‍થા નથી પરંતુ રાજય સરકાર આ બાબતે ઉતરાખંડ સરકારને જાણ કરશે પરંતુ હાલમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને કહેશો તો કેન્‍દ્ર સરકાર દ્વારા તાત્‍કાલીક પગલા ભરવામાં આવશે.

જેથી કિશોરભાઈ રાઠોડ એ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક નો સંપર્ક સાધતા તેઓને ઉપરોક્‍ત બાબતે વાત કરી હતી અને તોરણીયા નકલંકધામના મહંત સંત શ્રી રાજેન્‍દ્રદાસ બાપુ સાથે સાંસદ રમેશભાઈ ધડુક એ તાત્‍કાલિક વાત કરી હતી અને છેલ્લા ત્રણ દિવસમાં ૭૦૦ લોકો હરિદ્વારથી ગુજરાત જવા માટે રવાના થઇ ગયા હતા અને પોરબંદર, કેશોદ, વેરાવળ, રાજકોટ વિગેરે યાત્રાળુઓ ગુજરાત પહોંચી ગયા છે તેમજ આજે છેલ્લા ૩૦૦ જેટલા યાત્રાળુઓ બાકી હતા તેમને ગુજરાત લાવવા માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક એ તાત્‍કાલિક અસરથી ઉત્તરાખંડ સરકાર સાથે વાતચીત કરી કોઈ પણ ક્ષેત્રમાં સરહદ ઉપર યાત્રાળુઓને અટકાવે નહીં તે બાબતે પણ વાત કરી હતી જે અંગે આજરોજ સવારે રાજેન્‍દ્રદાસ બાપુ સાથે વાતચીત કરીને આજે સવારે ૯ કલાકે હરિદ્વાર ખાતેથી પાંચ બસો દ્વારા યાત્રાળુઓને નકલંકધામ હરિદ્વારના મહંત રાજેન્‍દ્રદાસ બાપુએ તમામ બસોમાં કુડ પેકેટો નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરી અને ગુજરાત જવા માટે રવાના કર્યા હતા.

આ સમયે ધોરાજીના કિશોરભાઈ રાઠોડ સાંસદ રમેશભાઈ ધડુક ના પીએ વિપુલભાઈ રૂડાણી હરિદ્વાર નકલંક ધામ ના નિલેશભાઈ ગોંડલીયા સહિતના અગ્રણીઓ વ્‍યવસ્‍થામાં રહ્યા હતા

રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, કિશોરભાઈ રાઠોડ વગેરેનો આભાર માન્‍યો હતો.

(12:56 pm IST)
  • અમદાવાદમાં મૃત્યુ પામનાર 85 વર્ષના વૃદ્ધ મહિલા હતા જે ગત 22 માર્ચથી સારવાર લેતા હતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગુણવંત રાઠોડે આ જાહેરાત કરી હતી access_time 10:21 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં વરસાદી છાંટા : બપોરથી ભારે પવન ફુંકાતા વાતાવરણમાં પલટો : સમી સાંજે પવનનું જોર ઘટ્યું : મોડીરાતે કાલાવડ રોડ ,અમીનમાર્ગ અને સાધુ વાસવાણી રોડ પર વરસાદના છાંટા : લાઈટ ગુલ : જોકે વીજપુરવઠો તુરત કાર્યરત થયો છે access_time 11:28 pm IST

  • મુખ્યમંત્રી રૂપાણીએ રાજસ્થાન જતા શ્રમિકો માટે ગત રાત્રે ગાંધીનગર પાસેના ચિલોડા ખાતે જઈને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી, જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને વતન પહોચાડવા માટેની સુચનાઓ આપી હતી. access_time 5:59 pm IST