Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

મોરબીમાં લોકડાઉન દરમિયાન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સેવાયજ્ઞઃ જરૂરિયાત મંદ પરિવારોને રાશન વિતરણ

એકલા રહેતા જરૂરિયાતમંદ લોકો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેના સગાવહાલા તેમજ આરોગ્ય કર્મચારી માટે જમવાની પાર્સલની વ્યવસ્થા

મોરબી ,તા.૨૬: મોરબી સહિત દેશભરમાં ૨૧ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન રોજે રોજનું કમાઈને ખાતા જરૂરિયાતમંદ લોકોને કોઈ પરેશાની ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ સેવાયજ્ઞ શરૂ કરી રહ્યા છે. જેમાં જરૂયાતમંદ પરિવારોના ઘરે જઈને યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયમ સેવક રાશનની કીટ આપી જશે. આ સાથે એકલા રહેતા જરૂરિયાતમંદ લોકો, હોસ્પિટલમાં દાખલ રહેલા દર્દી કે સગા વ્હાલા તેમજ આરોગ્યકર્મી કે સરકારી કર્મચારી માટે જમવાના પાર્સલ પણ વ્યવસ્થા પણ કરવામાં આવશે.

અનેકવિધ સેવાકીય પ્રવૃત્ત્િ। સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં સેવા યંગ શરૂ કરવામાં આવનાર છે. જે અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સરકાર દ્વારા ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન મોરબીમાં જે ગરીબ લોકો રોજે રોજનું કમાઈને ખાતા હશે તેઓને ભૂખ્યા સૂવું ન પડે તે માટેઙ્ગ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે રાશનકીટનું વિતરણ કરવામાં આવશે. આ રાશનકીટમાં લોટ, ડુંગળી, બટેટા, કઠોળ, તેલ, મસાલા સહિતની ચીજ વસ્તુઓ હશે. જેનાથી અંદાજે એક અઠવાડિયા સુધીનું જમવાનું બનાવી શકાશે. આ રાશનકીટનું વિતરણ શરૂ કરવામાં આવી રહેલ છે.

મોરબીની જનતાને જાહેર અપીલ છે કે જો તમારી આજુબાજુ અથવા જાણમાં કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર હોય જેને લોકડાઉનની પરિસ્થિતિમાં મુશ્કેલી પડશે તેવું તમને લાગતું હોય તો તુરંત યંગ ઈન્ડિયા ગ્રુપનો સંપર્ક કરવો. કોઈ ગરીબ કે જરૂરિયામંદ પરિવાર પોતે પણ જાતે યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક કરી શકે છે.

ઉપરાંત એકલવાયું જીવન જીવતા જરૂરિયાતમંદ લોકો, હોસ્પિટલમાં દાખલ દર્દી કે તેના સગા વ્હાલા અથવા આરોગ્ય કર્મચારી કે કોઈ પણ સરકારી કર્મચારી જે જાહેર સેવા સાથે જોડાયેલ હોય તેઓ માટે નિશુલ્ક જમવાના પાર્સલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. તેઓએ યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક સાધવાનો રહેશે. આ બંને સેવાનો લાભ લેવા યંગ ઇન્ડિયા ગ્રુપના મો.નં. ૯૮૨૪૫૮૭૮૭૫ અથવા ૯૧૩૭૯૪૪૪૪૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ એક યાદીમાં કરાયો છે.

પોલીસની ફરજમાં રૂકાવટનો ગુન્હો

મોરબી બી ડીવીઝનમાં ફરજ બજાવતા અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કોરોના વાયરસ અંગે લોકડાઉન બંદોબસ્તમાં હોય ત્યારે આરોપી ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૨૭) રહે મહારાણા પ્રતાપ સોસાયટી સામાકાંઠે વાળાએ બુલેટ નં જીજે ૩૬ પી ૫૫૫૫ લઈને નીકળતા રોકી પૂછપરછ કરતા દેકારો કરવા લાગી ઝપાઝપી કરીને બોલાચાલી કરીકાયદેસર ફરજમાં રૂકાવટ કરી હતી જેથી બુલેટ કીમત રૂ ૫૦ હજાર કબજે કરી પોલીસે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

લાલપરમાં એટીએમમાં ચોરીના ઇરાદે તોડફોડ

એસબીઆઈ બેન્કના આસીસ્ટન્ટ બ્રાંચ મેનેજર રાજેશકુમાર ચૌધરી શ્રીમુનુંચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મોરબીના લાલપર ગામની સીમમાં ઓમકાર પેટ્રોલ પંપ નજીક એસબીઆઈ બેન્કના એટીએમ મશીનમાં અજાણ્યા ઇસમોએ રોકડા રૂપિયાની ચોરી કરવાના ઈરાદે એટીએમમાં તોડફોડ કરી મશીનને આશરે ૧,૫૦,૦૦૦ નું નુકશાન કર્યું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી રહ્યા છે.

(11:58 am IST)
  • ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ કરી : ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનને નજર સમક્ષ રાખી ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ રાખવાના હુકમો કર્યા છે access_time 10:16 pm IST

  • વેપારી-ખેડૂતોની લાગણી સામે સરકારે નમતું જોખ્યું : માર્કેટ યાર્ડ બંધ રહેશે : સરકારનો નિર્ણંય access_time 8:07 pm IST

  • પાકિસ્તાન : કોરોના વાયરસ ચેપ સૈન્યમાં ફેલાયો: 230 સૈનિકોને એકાંતમાં જુદા રખાયા : ચીન સાથે ખુલ્લી સરહદની અસર અને મોટા પાયે ચિની નાગરિકો સાથેનો મેલજોલ થકી હવે પાકિસ્તાનમાં મોટાપાયે કોરોના ચેપ વધી રહ્યો છે. access_time 9:08 pm IST