Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

મોરબી પોલીસ અને લોકોના સહકારથી ઝંુપડપટ્ટસમાં બિસ્કીટ વિતરણ

 મોરબીઃ હાલ કોરોના હાહાકાર વચ્ચે સરકારે જયારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ખોરાકના અભાવે પરેશાન ના થાય તેવા હેતુથી પોલીસ અને નાગરિકોએ ઝુપડપટ્ટીમાં વસતા ગરીબોને બિસ્કીટ પેકેટનું વિતરણ કર્યું હતું. પોલીસમાં કામના ભારણ વચ્ચે માનવતાના દર્શન થયાં હતા. એક મહિલા દર્દીને પોલીસ વાનમાં હોસ્પિટલ પહોંચાડી બી ડીવીઝન પોલીસે માનવતાનું કાર્ય કર્યું હતું. ત્યારબાદ પોલીસે ગરીબોને બિસ્કીટ પેકેટ વિતરણ કર્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસની ટીમ તેમજ મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટી, વૃંદાવન હાઈટ્સ એપાર્ટમેન્ટના સભ્યો પણ પોલીસ સાથે જોડાયા હતા અને પુલ નીચે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબોને બિસ્કીટ પેકેટ વિતરણ કર્યા હતા. તે તસ્વીર.

(11:56 am IST)