Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સૌરાષ્ટ્રના અસંખ્ય યાત્રિકો હરિદ્વાર ફસાયા : મદદ માટે પોકાર

કોરોના મારે કે ન મારે ભૂખ અને માંદગી મારી નાંખશે : ભાવનગર પંથકના યાત્રિકોએ સરકારને ઢંઢોળવા વિડીયો વાયરલ કર્યો

પ્રથમ તસ્વીરમાં કાલાવાડ પંથકના તથા બીજી અને ત્રીજી તસ્વીરમાં ભાવનગર પંથકનાં હરિદ્વારમાં ફસાયેલા યાત્રિકો નજરે પડે છે. (તસ્વીરઃ કમલેશ આશરા (કાલાવડ) મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ, તા. ર૬ : કોરોનાનો કહેર વધતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ રોગચાળાના કારણે રલ્વે, બસ, ખાનગી વાહન વ્યવહાર ઠપ્પ થઇ જતા અને સમગ્ર દેશમાં ર૧ દિવસની લોકડાઉનની જાહેરાતના પગલે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી હરિદ્વાર ગયેલા અનેક લોકો હરિદ્વારમાં ફસાય જતાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે અને સરકાર પાસે મદદની અપીલ કરવામાં આવી રહી છે.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના હબુકવડ અને સોસિયા ઉપરાંત ઘોઘા તાલુકાના આશરે અઢીસો થી વધુ જેમાં મોટા ભાગના સિનિયર સીટીઝન છે. તે તમામ હરિદ્વારમાં કોરોનાની મહામારીના કારણે ફસાયા છે. એ લોકોના પરિવારજનો છેલ્લા બે દિવસ થી પ્રસાશન અને રાજકીય આગેવાનો ને રજુઆત કરી રહ્યા છે.ઘેર પરત લાવવામાં મદદ કરે, પરંતુ હજુ સુધી મેળ પડયો નથી. જેને લઈ આજે રાજય અને કેન્દ્ર સરકાર સુધી વેદના પહોંચે તે માટે સોસીયલ મીડિયાની મદદ લીધી છે.

કોરોના મારેકે ન મારે પણ અમોને અહીં ભૂખ ,તરસ અને જોઈતી દવા ન મળવાના કારણે માંદગી મારી નાખશે. આ પ્રકાર નિવેદના તળાજા ના હબુકવડ ગામના બસોદસ અને સોસિયા તથા ઘોઘા તાલુકા ના મળી અઢીસો વ્યકિતઓ જેમાં મોટાભાગના સિનિયર સીટીઝન છે તેઓની હરિદ્વારમાં ફસાયા હોવાના જાહેર કરીછે.

હબુકવડ ગામના આગેવાન ભદ્રેશભાઈ પાલીવાલ અને સોસિયા ગામના સુખદેવસિંહ ગોહિલ એ મોબાઈલ પર વાત કરતા જણાવ્યું હતુંકે હવે રૂપિયા પણ ખાલી થયા છે.જમવા પાણી ની તકલીફ તો છે પણ ખાસ મોટી ઉંમરના લોકો સાથે છે.તેઓને રોજિંદી દવાઓ પણ ખૂટી છે. કોરોનાથી નહિ આમને આમ મરી જઇશું નો ડર સતાવી રહ્યો છે.

છેલ્લા બે દિવસ થી પ્રસાસન, સાંસદ,ધારાસભ્ય સહિતની કક્ષાએ રજુઆત કરી રહ્યા છે.હરિદ્વાર થી પરત લાવવા માટે પણ લોકડાઉન ના કારણે લાવી શકતા નથી. આથી આ લોકોએ આજે સોસીયલ,ઇલેકિટ્રક અને પ્રિન્ટ મીડિયા દ્વારા સરકાર સુધી અવાજ પહોંચે અને વેદના સાંભળે તેવા પ્રયાસો શરૂ કર્યા છે.

આ બાબતે તળાજા પ્રાંત અધિકારી મકવાણા એ જણાવ્યું હતુંકે પ્રસાશન દ્વારા તેઓને મદદ રૂપ થવાય તેવા પ્રયાસો ચાલુ છે.

કાલાવડ

કાલાવડ તાલુકાના જશાપર ગામના રપ લોકો ઉત્તરાખંડના હરદ્વારમાં ફસાઇ ગયા છે તેઓને રહેવા જમવાની કોઇ વ્યવસ્થા નથી ર૧ દિવસ કેમ કાઢવા અને કોઇ બસ વાળા આવવા તૈયાર નથી હેરાન છે.

રાત્રે મને ફોન કરી તંત્ર અને સરકાર પાસેથી મદદ કરાવવા કહેલ મેં પણ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે. હરદ્વારમાં કોઇને ગુજરાતી સમાજમાં સંપર્ક હોઇ તો રહેવા જમવાની ર૧ દિવસની વ્યવસ્થા કરાવવા અને મદદ કરાવવા માંગણી કરી છે.(

(10:21 am IST)
  • જાહેરનામાના ભંગના 147 કેસો દાખલ : કોરોના અંગે જાહેરનામાના ભંગ માટે રાત્રે 8 સુધીમાં 147 કેસો નોંધાયા છે access_time 10:55 pm IST

  • રાજ્યમાં તમામ આવશ્યક સેવાઓની દુકાનો 24 કલાક ખુલ્લી રહેશે એમ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યુ છે. access_time 9:18 pm IST

  • પરમ પીશાચીય કૃત્ય અફઘાનિસ્તાનમાં શીખ શ્રદ્ધાળુઓના અંતિમ સંસ્કાર સમયે પણ બ્લાસ્ટ થયા : અફઘાનિસ્તાનમાં ગઈકાલે શીખ ગુરૂદ્વારામાં થયેલ આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલ લોકોના અંતિમ સંસ્કાર સમયે તે જગ્યાએ પણ બ્લાસ્ટ થયા : ભારતીય દુતાવાસ સતત સંપર્કમાં : એસ. જયશંકર : ગઈકાલે ૨૫ શીખ શ્રદ્ધાળુઓના આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યા હતા access_time 4:31 pm IST