Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

અમરેલીમાં પ્રથમ દારૂલ ઉલૂમ મહેબૂબીયાહની સ્થાપના કરનાર, શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન આપનાર જિયાઉરહેમાન બાપુની વફાત

અમરેલી, તા.૨૬: અમરેલીના પીરે તરિકત અને મુસ્લિમ કોમના રહેબર સૈયદ જિયાઉર્રહેમાન બાપુ કાદરી જન્નત નશીન થતા મુસ્લિમ સમાજને એક મોટી ખોટ પડેલ હતી સૈયદ જિયાઉર્રહેમાન બાપુ કાદરીએ અમરેલીમાં દીની અને દુન્યવી ક્ષેત્રે એક મોટું યોગદાન આપેલ હતું તેમણે સમાજના દરેક પ્રશ્ને હરહંમેશ આગળ રહી સમાજ પ્રત્યેની ઉમદા કામગીરી કરવાની ફરજ અદા કરી હતી તેમણે સમાજ પ્રત્યેના કામો વતી સૌના હૃદયમાં ઉચ્ચ સ્થાન હાસિલ કરેલ હતું.

સૈયદ જિયાઉર્રહેમાન બાપુની સમાજ પ્રત્યેની હમદર્દીથી તેમના પર્દા બાદ પણ લોકોના માનસપટમાં બાપુના સદાઇ સંભારણા રહેશે આજે તેમની દફનવિધિમાં હજારોની સંખ્યામાં ચાહકો તેમજ બાપુના મુરીદો મોટી સંખ્યામાં ઉમટી પડેલ હતા.

અમરેલી ખાતે દારુલ ઉલુમ મહેબુબીયાહ તેમજ મહેબૂબ માધ્યમિક સ્કૂલનો પાયો નાખનાર સોમવારના રોજ જન્નતનશીન થતા ગમનો માહોલ છવાઈ ગયેલ હતો. જિયાઉર્રહેમાન બાપુએ હંમેશા સાદગી ભરી જિંદગી જીવી સામાજિક તેમજ શિક્ષણ ક્ષેત્રે હંમેશા આગળ રહેલ હતા મુસ્લિમ સમાજના પ્રશ્ને હર હંમેશ આગળ રહી સમાજ પ્રત્યે લડતા આવ્યા હતા તમેણે અમરેલી ખાતે પ્રથમ દારુલ ઉલુમની સ્થાપના કરી દીન પ્રત્યેની એક મોટી ફરજ અદા કરી હતી. તેમની વિદાઈ થઇ હિન્દૂ સમાજમાં પણ શોક છવાયેલ હતો દારુલ ઉલુમ મહેબુબીયાહ ખાતે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. જયાં સૈયદ દાદાબાપુ સાવરકુંડલા વાળા તેમજ સૈયદ હામિદ બાવા કાદરી વટવા(અમદાવાદ) તેમજ નિઝામબાપુ ચિસ્તી(અમરેલી) સહિતના પીરે તરિકતો દફનવિધિમાં હાજર રહેલ હતા.

(3:50 pm IST)