Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ગારીયાધારના સમઢીયાળામાં રેતી ખનન કરતા બે ડમ્પર ઝડપાયા

ગારીયાધાર તા. ર૬ :.. શેત્રુંજી નદી પટમાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ત્યારે વહેલી સવારે મામલતદાર અને ટીમ દ્વારા સમઢીયાળાના આરેથી બે ડમ્પર રેતી ખનન કરતા ઝડપી પાડયા હતાં.

જેમાં લાખા ગોવિંદ સોલંકી પાંચપીપળા તા. પાલીતાણા અને લાલા હમીર મકવાણા પાલીતાણા વાળાને ડમ્પર સાથે ઝડપી પાડયા હતાં. જે કાયદાની કલમ ૩૯ (ક) મુજબ કાર્યવાહી હાથ ધરી બન્ને ડમ્પર પ૦-પ૦ હજારનો દંડ અને ૧૧ ટન રેતીનો પપ હજારનો દંડ ફટકારાયો હતો. બન્ને ડમ્પર જીજે-૧૧-એટી-૩૩૮૯ અને જીજે-૦૧-સીવાય-૩૩૧ર ને ઝપ્ત કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં મુકાયા હતાં.

ઉલ્લેખનીય છે કે સમઢીયાળાના આરેથી સાતપડાના આરા સુધીમાં ૧પ જેટલા ગેરકાયદેસર જેટલા હોડકાઓ રેતી ખનન કરી રહ્યા છે જેની સામે બે ડમ્પરની કાર્યવાહી શુન્ય કહી શકાય. તેમ ચર્ચાય છે.

(11:51 am IST)