Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ભાવનગર કૃષિ-ગ્રામીણ વિકાસ બેન્કનો મેનેજર કેતન દવે ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો

ભાવનગર તા.૨૬: ભાવનગરમાં કૃષિ અને ગ્રામણી વિકાસ બેંકના મેનેજર ને રૂ. ૧૦ હજારની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધીનાં સ્ટાફે રંગે હાથ ઝડપી લીધા હતા.

ભાવનગરમાં પ્રોવેલ એડવટાઈઝર્સ નામની પેઢી ચલાવતા પ્રદિપભાઇ શુકલ પાસે ધ ગુજરાત રાજ્ય કો.ઓ. કૃષિ અને ગ્રાામીણ વિકાસ બેંકલી. ભાવનગર તરફથી બ્રાન્ચ મેનેજર કેતનભાઇ મહેન્દ્રભાઇ દવેએ દૈનિકપત્રોમાં છપાયેલ જાહેરાતોનાં બિલ પૈકી રૂ. ૧૫૭૮૧૦ની રકમનો ચેક પાસ કરવા માટે રૂ. ૧૫ હજારની લાંચ માંગી હતી. આ અંગે પ્રદિપભાઇએ લાંચ રૂશ્વત વિરોધી ખાતાને ફરિયાદ કરતાં લાંચ રૂશ્વત વિરોધીખાતાનાં સ્ટાફે છટકું ગોઠવી બ્રાન્ચ મેનેજર કેતનભાઇ દવેને રૂ. ૧૦ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડાની કામગીરીમાં એ.સી.બી.નાં પી.આઇ. બી.પી. ગાધરે તથા સ્ટાફ જોડાયો હતો.

(10:05 am IST)