Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ટંકારાના ધ્રુવનગર પાસે બે ટ્રક સામસામે ધડાકા સાથે અથડાતા ચાલકનું મોત

બીજા ટ્રક ચાલક છેલ્લાભાઈ રબારીને ઈજા થતા સારવારમાં: ટ્રાફીકજામ

ટંકારા, તા. ૨૬ :. ટંકારા નજીક ધ્રુવનગર પાસે જીવામામાની જગ્યાથી આગળ પૂલ ઉપર ઘઉં ભરેલા બે ટ્રક સામસામે અથડાતા ભયંકર અકસ્માત સર્જાતા ટ્રક ચાલકનું મોત નિપજ્યુ હતું.

 

મળતી વિગત મુજબ રાજકોટથી ઘઉં ભરેલ ટ્રક નં. જીજે ૧૨ એયુ ૬૯૪૩ મોરબી તરફ જતો હતો ત્યારે બીજો ટ્રક જીજે ૩યુ ૪૨૪૯ મોરબીથી રાજકોટ તરફ આવતો હતો ત્યારે ધ્રુવનગર પાસે પૂલ ઉપર બન્ને ટ્રક સામસામા ધડાકા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. બન્ને ટ્રકની ડ્રાઈવર કેબીનનો બુકડો બોલી ગયો હતો. રાજકોટ તરફથી આવતા ટ્રકના ડ્રાઈવરનું ટ્રકની કેબીનમાં જ કરૂણ મોત નિપજ્યુ હતું. તેનો મૃતદેહ કેબીનમાં ફસાઈ ગયો હતો. અકસ્માત સર્જાતા ઘઉંના બાચકાઓ ચારે તરફ રોડ ઉપર ફેલાય ગયેલ. ટંકારાના પી.એસ.આઈ. એમ. ડી. ચૌધરી તથા સ્ટાફ દોડી ગયો હતો. બન્ને તરફ વાહનો જામ થયેલ. ટંકારાના પી.એસ.આઈ. ચૌધરી તથા પોલીસ સ્ટાફે ઘઉંના બાચકાઓ કઢાવ્યા હતા.

જેસીબીની મદદથી બન્ને ટ્રકને જુદા કરવામાં આવ્યા હતા. ટંકારા ૧૦૮ એમ્બ્યુલન્સના પાઈલોટ સલીમભાઈ, ડો. મુકેશભાઈ દોડી ગયા હતા અને દોઢેક કલાકની જહેમત પછી ઈજાગ્રસ્ત ડ્રાઈવર છેલ્લાભાઈ ધનજીભાઈ રબારી (રહે. હળવદ) જ્યારે એક ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ હજુ કેબીનમાં ફસાઈ ગયો હોય તેને બહાર કાઢવામાં આવ્યો હતો.(૨-૧૮)

(1:08 pm IST)