Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

માધવપુરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ગ્રાન્ડ રીહર્સલ

માધવપુર (ઘેડ)ના લોકમેળામાં કાલે મુખ્યમંત્રી અને કેન્દ્રીય રક્ષામંત્રી સહિત  મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું ગ્રાન્ડ રીહર્સલ યોજાયું હતું જેમાં અરૂણાચલ પ્રદેશની કૃતિ સહિત વિવિધ કૃતિ રજૂ થયેલ તે તસ્વીરો.

પોરબંદર તા.૨૬: કાલે તા.૨૭ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રિય રક્ષામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમન, અરૂણાચલ પ્રદેશના રાજયપાલ બિગ્રેગેડિયર (ડો.)બી.ડી.મિશ્રા (સેવા નિવૃત), અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડૂ, કેન્દ્રિય સંસ્કૃતિ રાજયમંત્રી ડો.મહેશ શર્મા, કેન્દ્રિય ગૃહ રાજયમંત્રીરી કિરેન રિજ્જુ, ગુજરાત રાજયના પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તથા સંસ્કૃતિ રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનને આખરી ઓપ માટે રીહર્સલનો કાર્યક્રમ માધવપુર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે રાજસ્થાનની કૃતિ, અરૂણાચલ પ્રદેશની સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ રિહર્સલના અવસરે જિલ્લા કલેકટરશ્રી અશોક કાલરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી સહિત વિવિધ વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

પાંચ દિવસીય માધવપુરના મેળામાં રામનવમીએ ઠાકોરજીનું પહેલુ ફુલેકુ નીકળું હતું  કુલ ૩ ફુલેકા નીકળશે. જે નીજમંદિરથી બ્રહ્મકંુડ સુધી જશે.

માધવપુરની ભાગોળે આવેલા મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં રૂક્ષ્મણીના પિયર પક્ષની જગ્યા રૂક્ષ્મણીમઠ ખાતે માધવરાયનું સામૈયુ કરવામાં આવે છે નીજ મંદિરેથી ભગવાન માધવરાયનું જાનનું પ્રયાણ થાય છે શ્રી કૃષ્ણ વરરાજા બનીને સજી ધજીને રૂક્ષ્મણીજીને પરણવાજાય છે ત્યારે લગ્નગીતો અને દાંડિયા રાસની રમઝટ બોલે છે વરઘોડો મુખ્યબજારમાંથી પસાર થઇ મેળાના મેદાનમાં મધ્યમાં પહોચે  છે ત્યારં શીશુપાલના આક્રમણનો  ખ્યાલ આપતુ પદ ગવાય છે ને રથને દોડાવી રૂપેણ વનમાં લઇ જવાય છે જયાં વરરાજના પોખણા થાય છે અને કન્યાદાન દેવાય છે.

જાન આપી રાત મધુવનમાં રોકાય છે અને ચૈત્રસુદ તેરસના દિવસે રૂક્ષ્મણીને વિદાય અપાય છે. ભગવાન શ્રીકૃષ્ણ વાજતે-ગાજતે માધવ પુટના નીજ મંદિરમાં પધારે છે આમ ચૈત્ર સુદ તેરસનો દિવસ મેળાનો આખરી દિવસ  બની રહે છે. થોડા થાક અને ઘણી ખુશી સાથે મુલાકાતીઓ ચૈત્ર સુદ તેરસની સાંજે માધવપુરથી પરત ફરે છે

માધવપુરના મધુવનમાં શ્રી રામચંદ્રજી મંદિરના પરિસરમાં અધતન કોળી સમાજની વડી નાત-જાતના ભેદભાવ વગર કોળી સમાજની વડીમાં આવાસ-ભોજનની સુંદર વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

આવતીકાલે તા.૨૭મીએ શ્રીજીની સાંજી સાંજે ૪ થી ૫ લુક્કા પરિવારની વાડીમાં હાઇસ્કૂલ પાસે યોજાશે. તા.૨૮મીએ બપોરે ૪ વાગ્યે જાન પ્રયાણ થઇ મધુવન અને લગ્નવિધિ યોજાશે જે રાત્રીના ૧૦ વાગ્યા પુર્ણ થશે.

તા.૨૯મીએ સવારે ૯ વાગ્યે શ્રીજીને તિલકવિધિ બાદ જાન વાજતે ગાજતે વિદાય  થશે. અને બપોરે ૩ વાગ્યે નિજ મંદિર પરત આવશે.(૧.૨)

(12:15 pm IST)