Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ભુજના લાખો રૂપિયાના પોસ્ટ કૌભાંડમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરના પતિ સચિન ઠક્કરની ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :  ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં માસિક બચત ખાતા ધરાવતા ગ્રાહકોની પાસબુકમાં ઘાલમેલ કરીને લાખો રૂપિયાની રકમની ઉચાપત કર્યાનો મામલો કચ્છમાં ધણા લાંબા સમયથી ચર્ચામાં છે. મીડીયામાં ચકચાર સર્જનાર આ મામલાની ગંભીરતાથી તપાસ પોસ્ટ વિભાગે શરૂ કરીને અંતે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે મહિલા બચત એજન્ટ પ્રજ્ઞા ઠક્કર, તેના પતિ સચિન ઠક્કર તથા બે પોસ્ટ કર્મચારીઓ બી.આર.રાઠોડ તથા બટુક વૈષ્ણવ સામે ૩૪ લાખથી વધુની રકમની ઉચાપત, ખોટા સહી-સિક્કા તથા કોમ્પ્યુટર સીસ્ટમનો દુર ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરે આગોતરા જામીનની અરજી કરી હતી જોકે, આ અરજી ભુજ કોર્ટે રદ્દ કરી હતી. પરંતુ આજે મહિલા એજન્ટના પતિ સચિન ઠક્કરની ભુજ એ ડીવીઝન પોલિસે ધરપકડ કરી છે. આવતીકાલે તેની પુછપરછ પછી કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરાશે.  જોકે, આ સમગ્ર કૌભાંડમાં ઉચાપતની રકમનો આંકડો ખૂબ જ મોટો હોવાનું પણ ચર્ચામાં છે.

(4:30 pm IST)
  • સીંગતેલમાં રૂ. ૭૫ અને કપાસીયા તેલ અને પામોલીન તેલના ભાવમાં રૂ.૧૦૦નો વધારો ઝીંકાયો access_time 4:25 pm IST

  • રીઝર્વ બેન્કે ગુનાની ગૃહ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડ પર મૂકયો પ્રતિબંધ : ખાતેદારો ૫૦,૦૦૦ રૂપિયા સુધી ઉપાડી શકશે : મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવા મનાઈ : નવી લોન આપી શકાશે નહિં અથવા લોન રીન્યુ કરી શકશે નહિં : થાપણો સ્વીકારવા ઉપર મનાઈ : ૯૯%થી વધુ લોકોના નાણા સુરક્ષીત : લાયસન્સ રદ્દ કરાયુ નથી access_time 3:54 pm IST

  • હવે શિવરાજસિંહ ચૌહાણે પણ આપી ચેતવણી : કહ્યું કોરોના સંકટ ટળ્યું નથી : સુરક્ષાના ઉપાયો અપનાવો નહીંતર લોકોડાઉન જેવા પગલાં લેવા પડશે :મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ ફેલાતું અટકવવા લોકોને સહયોગ આપવા અને સાવધાની રાખવા અપીલ કરી access_time 1:10 am IST