Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જુનાગઢના રવની ગામમાં ૩ વર્ષના પુત્રને એસીડ પીવડાવી-ગળુ દબાવી મોતને ઘાટ ઉતારીને માતાનો આપઘાત

જુનાગઢ તા.ર૬ : જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાના એવા ગામમાં માતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાના એવા રવની ગામમાં રહેતા રત્ન કલાકાર અલ્પેશભાઇ માથુકીયાના પત્નિ મનીષાબેન (ઉ.વ.૩પ) એ આજે બપોરે પોતાના ૩ વર્ષના પુત્ર આરવને પ્રથમ એસીડ પીવડાવી ત્યારબાદ ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ માતા મનીષાબેન અલ્પેશભાઇ માથુકીયાએ પણ દવા પી લેતા તેમને સારવાર માટે જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનુ મોત નિપજયુ હતુ.

મનીષાબેન માથુકીયા માનસિક અસ્થિર હોવાનુ પોલીસને પ્રાથમિક તપાસ ખુલ્યુ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:38 pm IST)