Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જૂનાગઢના ડુંગરપુરમાં આંબાના બગીચામાંથી ૪૦ કિલો કેરીની ચોરી

ખડિયાના બે શખ્સો પકડાયા

જૂનાગઢ, તા. ૨૬ :. હજુ આ વર્ષે બજારમાં કેરીનું આગમન શરૂ થયુ નથી ત્યાં તેની ચોરી શરૂ થઈ ગઈ છે.

આ અંગેની વિગતો એવી છે કે, વંથલીના યાસીન ગફાર ઘાંચીનો જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં આંબાનો બગીચો આવેલ છે.

આ બગીચામાં પ્રવેશી જૂનાગઢ પાસેના ખડિયા ગામના હરસુખ પ્રભુદાસ ચાવડા અને સુરેશ ભીખા સોલંકીએ આંબાના ઝાડ પરથી રૂ. ૨૦૦૦ની કિંમતની ૪૦ કિલો કેરી ચોરી લીધી હતી. આ અંગે આંબાના માલિક યાસીનભાઈએ જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે ફરીયાદના આધારે ત્વરિત તપાસ હાથ ધરી બન્ને શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:52 pm IST)