Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રાજકોટના સાગર પ્રજાપતિ સહિત સાત નશાખોર બેડેશ્વરમાં પકડાયા

જામનગર તા. ર૬ :.. જામનગર બેડેશ્વર, આશુતોષ પેટ્રોલ પંપ પાછળ રાધિકા નિવાસ નામના રહેણાક મકાનમાં અમુક ઇસમો દારૂની મહેફીલ માણી કરેલ છે તેવી હકિકત આધારે રેઇડ કરતા (૧) બસેશ્વર મરીઅપ્પા અમ્બીગર કોળી રહે. બેડેશ્વર, (ર) સાગર શૈલેષભાઇ પ્રજાપતિ ર રે. રાજકોટ, મવડી પ્લોટ, (૩) સતીષ રાજન પેટલીકર રે. બેડેશ્વર (૪) રતનેશકુમાર અમરનાથ પાંડે રે. બેડેશ્વર (પ) નરેશ ચંદુલાલ પટેલ રે. બેડેશ્વર (૬) અવધ નારાયણ બેચનરામ રે. બેડેશ્વર, (૭) બોસ બાબુ શ્યામભૈયા નાયડ રે. ધરારનગર વાળા કેફી પ્રવાહી પીધેલ હોય તેઓના કબ્જામાંથી ઇગ્લીશ બોટલ નંગ-૧ જે ૪૦૦ એમ. એલ. કિ. રૂ. ર૦૦ નો મળી આવતા તમામ ઇસમો દારૂની મહેફીલ માણતા તેઓના વિરૂધ્ધ એ.એસ. આઇ. વશરામભાઇ આહીર એ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. આર. એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ પો. સ. ઇ. વી. વી. વાગડીયા, તથા વી. એમ. લગારીયા તથા એલ. સી. બી. સ્ટાફના જયુભા ઝાલા, વશરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, નિર્મળસિંહ એસ. જાડેજા, દિનેશભાઇ ગોહીલ, લક્ષ્મણભાઇ ભાટીયા, એ. બી. જાડેજા, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. (પ-૧૮)

 

(1:04 pm IST)