Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

લીંબડી રેલ્વે પ્લેટફોર્મમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મહિલાનું મોત

 વઢવાણ તા.ર૬ : લીંબડીના જીનપરા વિસ્તારમાં રહેતા મંગુબેન રમણીકભાઇ ખાદલા થોડા દિવસો પહેલા વેરાવળ-સોમનાથ-દ્વારકા વિગેરે જેવા ધાર્મિક સ્થળોએ જાત્રા કરવા ગયા હતા. દેવ દર્શન અને જાત્રા કરી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે શનિવારે વહેલી સવારે પ-૪૧ વાગે ધ્રાંગધ્રા-ભાવનગર ટ્રેનમાં લીંબડી પ્લેટફોર્મ ઉપર ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા મંગુબેનને પગ લપસ્યો હતો. જે સીધો ટ્રેનના વ્હીલમાં ફસાઇ ગયો અને પગના બે કટકા થઇ ગયા હતા.

મંગુબેનનું માથુ પ્લેટફોર્મ ઉપર જોરથી પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેઓનુ ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે લીંબડી રેલ્વે પોલીસ તરફથી લાલજીભાઇ ખટાણાએ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૩-૧૨)

(1:01 pm IST)