Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ગરમીનો અહેસાસ

રાજકોટ, તા., ૨૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહયો છે.

 

સવારના સમયે સુર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાયેલુ રહે છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધે છે. બપોરે ધોમધખતા તાપ સાથે ઉનાળા જેવું વાતાવરણ છવાઇ જાય છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૩.પ મહતમ ર૦ લઘુતમ ૬ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૮ કી.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

જુનાગઢ વિસ્તારમાં સવારથી અગ્નિવર્ષા

જુનાગઢ : જુનાગઢ વિસ્તારમાં સવારથી જ અગ્નિવર્ષા શરૂ થઇ જતા બપોરે આકરો તાપ પડવાની શકયતા છે.

રવિવારનું મહતમ તાપમાન ૩૭.૩ ડીગ્રી રહયા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૧૬.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૮ કિ.મી.ની રહી હતી.

(1:00 pm IST)