Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમદાવાદ જેલમાં નવ વર્ષથી મર્ડરનો આજીવન કેદની સજાનો ફર્લો રજા ઉપરનો ફરાર કેદી દ્વારકાનો રબારી પકડાયો

ખંભાળીયા, તા., ૨૬: સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદની જેલના પાકા કામના કેદી નં. ૧૧૪૯૮ મેઘાભાઇ ઉર્ફે ગણપતભાઇ કરમશીભાઇ નાંગેશ રબારી ઉ.વ.૩૬ ધંધો પ્રાઇવેટ સીકયુરીટીમાં નોકરી રહે. હાલ વડોદરા રનોલી સ્ટેશનની બાજુમાં રનોલી વડોદરા મૂળ દ્વારકા મોમાઇ માતાજીનો મઢ રબારી પાળો તા. દ્વારકા વાળાને દ્વારકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩પ/૨૦૦૫ ઇ.પી.કો. કલમ ૩૦ર વિગેરે મુજબના ગુનાના કામે ખંભાળીયા સેસન્સ કોર્ટમાંથી તા.૩૦-૬-ર૦૦પના આજીવન સજા કરેલ અને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ પાકા કેદી નં. ૧૧૪૯૮ થી જેલમાં સજા ભોગવતો દરમિયાન તા.૭-૭-૦૯ થી ર૧-૭-ર૦૯ સુધીની ફર્લો રજા મંજુર કરાવી ફર્લો રજા ઉપર છુટેલ અને તા.રર-૭-૦૯ ના સાબરમતી જેલ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતુ પણ હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હતો. તે ફરાર કેદીને પકડી પાડી દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

આ કાર્યવાહીમાં એલસીબીના પીઆઇ એસ.એચ.સારડા, એચસી મસરીભાઇ આહીર અને અશોકભાઇ સવાણી, એએસઆઇ હબીબભાઇ મલેક, મહેશભાઇ સવાણી, અરવિંદભાઇ નકુમ, એસસી અજીતભાઇ બારોટ, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, વિપુલભાઇ ડાંગર, પીસી કુલદીપસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા તથા ડીઆરઆઇ એચસી નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે દ્વારા કરવામાં આવેલ.

મોબાઇલ ચોર ઝડપાયો

દ્વારકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૭/૧૮ ઇ.પીકો કલમ ૩૭૯ મુબનો ગુન્હો ગઇ તા.૮-૧૦-ર૦૧૭ના દિવસના બ્રહ્માકુમારી આર્ટ ગેલેરીના ખુલ્લા રૂમમાં ફરીયાદી ગોદારીબેન પરસોતમભાઇ પરમાર રહે. ટીવી સ્ટેશન હનુમાનજીના મંદિર પાસે દ્વારકાવાળા સુતા હતા ત્યાંથી તેનો ઓપો કંપનીનો મોબાઇલ ફોનની ચોરી થયેલની ફરીયાદ કરેલ તે ગુન્હાના કામે ચોરીમાં ગયેલ હોબાઇલ ફોન એક ઇસમ દ્વારા દ્વારકા ટાઉનમાં વેચવા મોબાઇલ ફોનોની દુકાનોએ આંટા ફેરા કરે છે. તેવી હકીકત મળતા પંચો સાથે વોચ કરી આરોપી કીશનભા લખમણભા સુમણીયા જાતે હિન્દુ વાઘેર (ઉ.વ.૧૯) રહે. ટીવી સ્ટેશન રોડ, રિધ્ધી સીધ્ધી સોસાયટી સામે દ્વારકા વાળાને ચોરીમાં ગયેલ ઓપો કંપનીનો એફ-૧ એસએ-૧૬૦૧ મોડલનો જેના આઇએમઇઆઇ નંબર ૮૬૧૧૭ ૧૦૩૧૯૦૯૩૯૦ તથા ૮૬૧૧૭૧૦૩૧ ૯૦૯૩૮ર વાળા મોબાઇલ ફોનની કિ. રૂ. ૧૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.(૪.૧૨)

(12:56 pm IST)