Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જુનાગઢ જિલ્લામાં નર્મદાની પાઇપલાઇનમાંથી અનઅધિકૃત રીતે પાણી ઉપાડવા પર પ્રતિબંધ

જૂનાગઢ તા.૨૬ : ચાલુ વર્ષે નર્મદા ડેમમાં મર્યાદિત પાણીનો સંગ્રહ હોય જૂનાગઢ જિલ્લો પાઇપ લાઇનના નેટવર્કમાં છેવાડાનો વિસ્તાર હોય, નર્મદાના પાણીનો જરૂરીયાત મુજબનો જથ્થો મળવો સંભવ નથી. જેથી જિલ્લાના સ્થાનિક ડેમ તથા અન્ય સોર્સના પાણીનો મહતમ ઉપયોગમાં લઇ લાભાર્થી ગામોને પાણી પુરવઠો આપવાનો થાય છે.

આ સંજોગો અને પરિસ્થિતિમાં જૂથ યોજનાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી બિન અધિકૃત રીતે ઉપાડ થાય અને પરિસ્થિતિમાં જૂથ યોજનાની  પાઇપલાઇનમાંથી પાણીની ચોરી, બીન અધકૃત રીતે પાણીનો ઉપાડ થાય તથા પાણીની વિતરણ વ્યવસ્થામાં ભાંગ તોડ કરી પાણીની વ્યવસ્થા ઉપર વિપરિત અસર પહોંચે તેવી પુરેપુરી સંભાવના રહેલ હોવાથી તેમજ અમુક વિસ્તારોમાં આવી પ્રવૃતી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી હોવાથી તે માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત થઇ આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાહુલ ગુ્પ્તાએ મળેલ સતાની રૂએ હુકમ ફરમાવી જૂનાગઢ જિલ્લામાં આવેલ જૂથ યોજનાની નર્મદા તેમજ અન્ય જળાશયો આધારિત પીવાના પાણીની પાઇપલાઇન વિસ્તાર પર પ્રતિબંધ ફરમાવતા જણાવેલ છે કે કોઇ પણ વ્યકિત પીવાના પાણીની પાઇપલાઇનમાં તથા એરવાલ્વમાં ટેમ્પર કરી પાણી લઇ શકશે નહીં તેમજ ઓઇલ એન્જીન, ઇલે. મોટર કે અન્ય પ્રકારના હસ્ત સંચાલિત કે યાંત્રિક મશીનથી પાલપ લાઇનમાં રહેલ પાણીનો જથ્થો અનઅધિકૃત રીતે ખેંચી કે ઉપાડી શકશે નહી અને પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ જાય તેવુ કૃત્ય કરી શકશે નહી તેવો હુકમ કરેલ છે.(૨૧.૩)

 

(12:00 pm IST)