Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જુનાગઢનાં છાત્રો દ્વારા કરાટે, રાયફલ શુટીંગ-તિરંદાજી

જુનાગઢ : વાડો-કાઇ કરાટે ડો એકેડમી જૂનાગઢ અને પ્રતિભા એકેડમીનાં સહયોગથી સોરઠ ઇન્ટરનેશનલ સ્કુલ તેમજ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ માટે કરાટે, રાઇફલ શુટીંગ અને તિરંદાજીનાં નેશનલ લેવલનાં ઇકવીપમેન્ટનાં ડેમોસ્ટ્રેશનનું આયોજન કરાયુ હતું. ડીસ્ટ્રીકટ ડાયરેકટ હિરેન ખુંટી દ્વારા ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટ તેમજ પ૦ મીટર તિરંદાજી ઇવેન્ટમાં રીકર્વ બોનાં ઉપયોગની તાલીમ અપાઇ હતી. વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડીયા અને એસોસીએશનનાં અલગ-અલગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી થતાં લાભ વિશે માહિતગાર કરાયા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(12:00 pm IST)