Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભાવનગરમાં મેરેથોન દોડઃ દસ હજાર લોકો જોડાયા

 રવિવારે વહેલી સવારે અહીના જવાહર મેદાન ખાતે ભાવનગર મહાનગર પાલિકા, પોલીસ ડિપાર્ટમેન્ટ અને લોકોના સંયુકત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન કરાયુ હતુ. જેમાં દસેક હજાર દોડવીરો જોડાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ પ્રોત્સાહક વકતવ્ય આપી દોડને પ્રસ્થાન કરાવેલ. મેયર નિમુબેન બાંભણીયા, કલેકટર હર્ષદ પટેલ, કમિશ્નર શ્રી કોઠારી, પુર્વ મેયર શ્રી મેહુલ વડોદરીયા તથા સુરેશ ધાંધલ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દોડ બાદ જવાહર મેદાન ખાતે વિજેતાઓને ઇનામો અપાયા હતા. ર૧ કિ.મી.ની દોડમાં પાલીતાણાના કરણસિંઘ ગોહિલે મેદાન માર્યુ હતુ. ૧ર જેટલા વિદેશીઓએ ભાગ લીધો હતો. ૭૬ વર્ષના વૃધ્ધ વ્યસનમુકિતના બોર્ડ સાથે જોડાયા હતા. બહેનોમાં ૧૦ કિ.મી.માં ડો.લક્ષ્મીગુરૂમુખાની પ્રથમ વિજેતા થયા છે.(૩-૧૦)

(11:58 am IST)