Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પોરબંદર જિલ્લાની દેશી રજવાડી સમયની ખેતી સમૃધ્ધિને પુનઃ જીવીત કરવા પ્રયત્નો જરૂરી

પોરબંદર, તા., ૨૬: દેશી રજવાડા સમયથી એક સમયે પોરબંદર રાજય હાલ જીલ્લાની ખેત સમૃધ્ધિથી ધરાવતુ રાજય હતું. ખેત ઉદ્યોગ ચોમાસા આધારીત હતો. સારો વરસાદ થાય નદી નાળા છલ્લોછલ્લ પુરથી ઉભરાય ફાગણ-ચૈત્ર માસ સુધી નદી નાળામાં કે વોકરામાં તેમજ વાવ કવામાં પાણી હોય તે પ્રમાણે મૌસમ લઇ શકાય. જયારે વર્તમાન સ્થિતિ ચોમાસા દરમ્યાન આકાશમાંથી વરસતા વરસાદી પાણીથી નદીઓ વહેવવા લાગે નાળાઓ વાવ કુવા છલકાવવા લાગે છે. નદી પાણી સંગ્રહ કરવા બંધ બાંધવામાં આવેલ છે અને આવી રહયા છે પાણી ખેતીને મળી રહે પાક સારો ઉતરે તે હેતુથી નહેર ખોદવામાં આવે છે. નજીકના ખેતરની પાસેથી નહેર પસાર થાય અને ખેડુત સહેલાઇથી નહેરમાંથી પાણી મેળવી શકે તેવી વ્યવસ્થા છે. સરકાર પાણીનું વેચાણ કરે છે. વાવ-કુવાની સગવડ હોય પાણી ભરપુર રહેતુ હોય તો મોટર દ્વાાર વાવ કુવામાં પમ્પ મુકી પાણી સીંચાઇ કરે છે. ઇલેકટ્રીક મોટર દ્વાાર અથવા ડીઝલ એન્જીનની મદદથી પમ્પ માટે મોટર કનેકશન જોડાણ કરી પાણી સિંચવામાં આવે છે. તેમાં પણ સરકારશ્રીની આડોડાઇ ચાલે છે. ખેડુતોની પુરતી વિજળી સમયસર મળતી નથી. કનેકશનો અપાતા નથી. દેશી રજવાડાના સમયમાં વાવ-કુવામાંથી પાણી સિંચવા માટે બળદ જોડી ચામડાની કોથળી બનાવી વાવમાંથી પાણીનું સિંચન કરવામાં આવતુ જેથી તેને કોસ હાંકી કહેવાય. આજે સમૃધ્ધી અદ્રશ્ય થવા લાગી છે.

ખેત સમૃધ્ધિની વાત છે ત્યારે પોરબંદર જીલ્લા અને દેશી રજવાડાના સમયની વાત કરીએ તો બરડા પંથકનો ખેડુત પ્રગતી કરી રહયો છે ખેતી ઉપરાંત ફળો ઉત્પાદન કરી રહયો છે. એક સમયે બરડામાં ખાસ કરીને બગવદર પટ્ટીમાં આમ્રવૃક્ષ નહિવત હતા વર્તમાન સ્થિતિએ બરડો આમ્રવૃક્ષથી આગળ આવી રહેલ છે. કચ્છી ખારેક-સંતરા-મોસંબી-દાડમ જેવી પેદાશો કોઇ સ્થળેપ્રયત્ન થાય છે.

અનાજમાં ઘઉ-બાજરો-જુવાર તેમજ શુેરડી વિગેરે પાક લેવાય છે. બરડાનો ખેડુત પ્રગતી કરી રહેલ છે. તેટલો જ પોરબંદર જીલ્લાનો ઘેડ પંથક પોરબંદર-રાણાવાવ-કુતિયાણા સરહદને આવરી લેતો વિસ્તાર હજુ પણ ખેતમાં પ્રગતી જોઇએ તેટલો કરી શકયો નથી. જે સમૃધ્ધી અને પાક ઉતારા આવતા તે ઘટવા લાગ્યા છે.

ઘેડ પંથકની મૂળ પેદાશ ગુંદરી-જુવાર-ચણા-લસણ-ડુંગળી-ઘઉં-મરચા-કઠોળ-અડદ-મગ-તલ વિગેરે તેમજ ચોખ્ખા-કમોદીયા વર્તમાન સ્થિતિએ આ પાક ઓછા થવા લાગ્યા. માંડવી-કપાસનું વાવેતર થાય છે. માત્ર સીઝન એક જ સારી લઇ શકે છે. ઘેડના ઘઉં  કમોદીયા ચોખ્ખા ભુલાણા છે.

રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય શ્રી કાંધલભાઇ જાડેજા ઘેડના વિકાસ માટે પ્રયત્નશીલ છે. ખેત ઉત્પાદન સાથે ખેડુતોને ભાવ મળી રહે તે માટે સરકારમાં રજુઆત કરવી જોઇએ તેમજ જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં રજુઆત કરી ખેત ઉત્પાદન વધુ લાવવા અને ઘેડની સમૃધ્ધિ વધારવા માટે જાગૃતી દાખવવી જરૂરી છે તેવું લોકો ઇચ્છી રહેલ છે. (૪.૭)

 

(11:55 am IST)