Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પાનધ્રો પાસે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માતમાં ક્ષત્રીય યુવાનનું મોત

ભુજ તા. ર૬ :.. રસ્તાઓ ભલે પહોળા બન્યા હોય પરંતુ વાહનોની ઝડપ હવે અકસ્માતનું કારણ બની રહી છે. કચ્છનાં લખપત તાલુકાનાં પાનધ્રો નજીક સુભાષપર અને બીટીયારી વચ્ચે હાઇવે ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ર૦ વર્ષીય કોલેજીયન યુવાન પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનું સ્થળ ઉપર જ મોત નિપજયું હતું. અકસ્માતમાં  આશાસ્પદ યુવાને જીવ ખોતા આ ઘટના એ અરેરાટી સર્જી છે.

(11:54 am IST)